ભુજ,
તા. 8 : મુંદરા પાસેના ધ્રબ
રેલવે યાર્ડમાંથી તેલ-ઘીના મુદ્દામાલ કિં. રૂા. 46,135ની ઉઠાંતરી થતાં ફરિયાદ નેંધાઈ છે. આઈવેર સપ્લાય ચેન
સર્વિસ લિ. ટ્રાન્સપોર્ટ કંપનીના સુપરવાઈઝર નથુરામ ખાતી (સુથાર)એ આજે મુંદરા પોલીસ
મથકે નેંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 6/6ના
રાતે એક વાગ્યા દરમ્યાન ધ્રબ રેલવે યાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલા અવસર વનસ્પતિ
ઘીના 19 ડબ્બા જેની કિં. રૂા. 40,375 અને કિંગ્સ રિફાઈન સોયાબીન તેલના ચાર કાર્ટૂન જેની
કિં.રૂા. 5760 એમ કુલ રૂા. 46,135નો
મુદ્દામાલ અજાણ્યા ચોર ઈસમો ફોરવ્હીલ ગાડીમાં નાખી ચોરી કરી લઈ ગયા છે. પોલીસે ફરિયાદ
નોંધી તપાસ હાથ ધરી છે.