માંડવી, તા. 8 : જીવદયા ક્ષેત્રે દોઢ દાયકાથી ગાયો તેમજ વંશજોને કપરી
ગરમીની મોસમમાં 100 દિવસ સુધી લીલાચારાનું
નીરણ કરતી વેપારી સંસ્થા માંડવી ચેમ્બર ઓફ કોમર્સે 40 ટકા મંજિલ પાર કરી લીધી છે. હજી વરસાદનાં આગમન સુધી 200 ગાડી નીરણ કરવાનું બાકી છે તે થઈ જશે તેવું એક યાદીમાં
જણાવાયું હતું. આ અંગે માંડવી ચેમ્બરના પ્રમુખ વાડીલાલ દોશી તથા પ્રોજેક્ટ ચેરમેન નવીનભાઈ
બોરીચા, ટ્રસ્ટીઓ રાજેશ દોશી, જયભાઈ શાહ, પરીનભાઈ કોટક, જિતેન્દ્રભાઈ
સુરૂ, રોહન ગાલા વગેરેના જણાવ્યા મુજબ 16 એપ્રિલથી 31 મે
દરમ્યાન 148 ગાડીના માધ્યમથી 5,86,000 કિલો લીલોચારો 25થી અધિક નક્કી કરેલી પાંજરાપોળો,
10થી વધારે જરૂરતમંદ ગામોની ગાયો, રખડતી-ભટકતી ગાયો તથા ખેતીમાં વપરાતા
બિનઉપયોગી થયેલા આખલા અને મંદિરોની ગાયો માટે
રૂપિયા અઢાર લાખ બેતાલીસ હજાર 18,42,000ના ખર્ચે નીરણ કરી દેવાયુંછે. હજી 55 દિવસ
સુધી ચાલુ રહેશે. હાલની પરિસ્થિતિ જોતાં માલની અછત વર્તાશે જેના કારણે હજુ ભાવધારો
થશે તો પણ ચેમ્બરની જીવદયા લીલાચારાના નીરણનું કાર્ય ચાલુ રહેશે. રસિકભાઈ દોશીએ 5ણ વચન આપ્યું છે કે, આ વર્ષે કોઈ પણ સંજોગોમાં નીરણ ચાલુ રાખવા માટે ચેમ્બરની સહાયતા માટે મારા પ્રયત્નો ચાલુ રહેશે.