નવી દિલ્હી તા. 2 : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની 3 મેચની વન ડે શ્રેણી 13 જૂનથી શરૂ થવાની છે. આ શ્રેણીમાં
સ્ટાર ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા
અને હાર્દિક પંડયા ભારતીય ટીમમાં સામેલ થયા છે. રિપોર્ટ અનુસાર રોહિત શર્મા અને હાર્દિક
પંડયાને ફિટનેસ સાબિત કરવા માટે બીસીસીઆઇએ બેંગ્લુરુ સ્થિત સેન્ટર ઓફ એકસીલેંસ (એનસીએ)
બોલાવ્યા છે. હાર્દિક પંડયા આજે સવારે પહોંચી પણ ગયો છે અને તેનો એક-બે દિવસમાં ફિટનેસ
ટેસ્ટ થશે. હાર્દિક 2025 ચેમ્પિયન્સ
ટ્રોફી પછીથી હજુ સુધી એક પણ વન ડે મેચ રમ્યો નથી. ભારતીય વન ડે ટીમ 19 મેના રોજ જાહેર થઇ હતી ત્યારે
મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે સ્પષ્ટ કર્યું હતું કે રોહિત શર્મા અને હાર્દિક પંડયાની
પસંદગી ફિટનેસ સાબિત કરવાના આધારે થઇ છે. તેઓ ફિટનેસ ટેસ્ટ કલીયર કરશે પછી જ ટીમ ઇન્ડિયામાં
સામેલ થશે. રોહિત બુધવારે સાંજ સુધી એનસીએ પહોંચી જશે. હાર્દિક અને રોહિતે નબળી ફિટનેસને
લીધે આઇપીએલની કેટલીક મેચ ગુમાવી હતી. બન્નેનો દેખાવ પણ આઇપીએલમાં નિસ્તેજ રહ્યો હતો.