પેરિસ, તા. 2 : રશિયાની 19 વર્ષીય ખેલાડી મીરા એન્ડ્રિવા
અને યુક્રેનની 15મા ક્રમની ખેલાડી માર્તા કોસ્ત્યુક ફ્રેંચ
ઓપન ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટના મહિલા સિંગલ્સના સેમિ ફાઇનલમાં પહોંચી ગયા છે.
આઠમા ક્રમની મીરા એન્ડ્રિવાનો કવાર્ટર મેચમાં રોમાનિયાની ખેલાડી સોરેના ક્રિસ્ટા સામે
6-0 અને 6-3થી વિજય થયો હતો. જયારે માર્તા
કોસ્ત્યુક હમવતન ખેલાડી 7મા ક્રમની
એલિના સ્વિતોલિનાને 6-3, 2-6 અને
6-2થી અપસેટજનક હાર આપી સેમિમાં
જગ્યા બનાવી હતી. દરમ્યાન, એલેક્ઝાન્ડર
ઝવેરેવે યુવા રાફેલ જોડરને 7-6(3), 6-1, 6-3થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. નંબર વન બેલારૂસની
આર્યના સબાલેંકાનો ચોથા રાઉન્ડમાં ચાર વખતની પૂર્વ ગ્રાંડસ્લેમ વિજેતા જાપાની ખેલાડી
નાઓમી ઓસાકા વિરૂધ્ધ 7-પ અને 6-3થી વિજય થયો હતો અને કવાર્ટર
ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જયાં તેનો સામનો ડાયના શ્રાઇડર વિરૂધ્ધ થશે. તેણી અમેરિકી
ખેલાડી મેડિસન કીજને 6-3, 3-6 અને
6-0થી હાર આપી હતી. સબાલેંકાએ
જીત બાદ માઇકલ જેકશનની જેમ મૂન વોક ડાન્સ કર્યો હતો. ચોથા રાઉન્ડના ગઇકાલના અન્ય એક
મેચમાં ઓસ્ટ્રિયાની ખેલાડી અનાસ્તાસિયા પોતપોવા સામે રશિયન ખેલાડી અન્ના કાલ્નિસ્કયાનો
ત્રણ સેટની લડત પછી 6-4, 2-6 અને
7-6થી જીત મેળવી ફ્રેંચ ઓપનમાં
પહેલીવાર અંતિમ-8 રાઉન્ડમાં
જગ્યા બનાવી હતી.