• બુધવાર, 03 જૂન, 2026

જવાહરનગર નજીક બે ટ્રક ભટકાતાં યુવાનનું અકાળે મોત

ગાંધીધામ/ભુજ, તા. 2 :  તાલુકાના જવાહરનગર નજીક આગળ જતી ટ્રકમાં પાછળથી આવતી ટ્રક ભટકાતાં પાછળની ટ્રકના ચાલક શત્રુઘ્ન ત્રિવેણી યાદવ નામના યુવાને પોતાનો જીવ ખોયો હતો. બીજી તરફ ભુજ તાલુકાના કોટડા (ચ.) ગામે મધ્યરાતે 20 વર્ષીય યુવક વિનય હરશી મહેશ્વરીએ ગળેફાંસો ખાઇ જીવ દીધો હતો. ગાંધીધામની સિક્સ સિગ્મા લોજિસ્ટિક નામની ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરનાર ચાલક શત્રુઘ્નનું આજે વહેલી સવારે મોત થયું હતું. તે ટ્રક નંબર જીજે-39-ટીએ-8040 લઈને ભચાઉ બાજુ જઈ રહ્યો હતો દરમ્યાન તે જવાહરનગર નજીક ઓવરબ્રિજ પાસે પહોંચ્યો હતો તેવામાં આગળ જતી ટ્રક નંબર જીજે-12-બીડબલ્યુ-3300ના ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળ આવતી ટ્રક આગળ જતાં આ વાહનમાં ભટકાઈ હતી જેમાં આ વાહનના ચાલક એવા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે રામબાગ હોસ્પિટલ લઈ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે અમ્રીતપાલસિંઘ સરબજિતસિંઘ ચહલએ પોલીસ મથકે ફરિયાદ નેંધાવી હતી. આ ઉપરાંત કોટડા (ચ.)માં યુવક વિનય મહેશ્વરીએ તા. 2/6ના અડધી રાતે 2.30 વાગ્યાના અરસામાં કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો. વિનયનો ભાઇ નિખિલ તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં જાહેર કરાઇ છે. 

Panchang

dd