• બુધવાર, 03 જૂન, 2026

આજે વિશ્વ સાયકલ દિવસે ભુજમાં મેગા સાયકલોથોન

ભુજ, તા. 2 : વિશ્વ સાયકલ દિવસે સાયકલ ચલાવો, સ્વસ્થ રહો, પર્યાવરણ બચાવોના સુત્ર સાથે ભુજમાં મેગા સાયકલોથોનનું આયોજન કરાયું છે. હોમ્સ ઈન ધ સિટી અને કચ્છમિત્ર દ્વારા ઉજવાતા પર્યાવરણ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વ્હાઈટ ઈગલ સાયકલ ગ્રુપના સહયોગ સાથે યોજાનાર આ સાયકલોથોનના માધ્યમથી પર્યાવરણ જાગૃતિનો સંદેશ સમાજમાં ફેલાવાશે. મેગા સાયકલોથોનનો પ્રારંભ સવારે 5.30 વાગ્યે જ્યુબિલી ગ્રાઉન્ડથી થશે અને તેનું સમાપન ફાટેલ તળાવ પાસે થશે. સાયકલ ચલાવી સ્વસ્થ રહેવાના મંત્ર અને પર્યાવરણ બચાવોના ઉદેશ સાથે યોજાનાર સાયકલોથોનની ઈવેન્ટમાં બહોળી સંખ્યામાં જોડાવવા આયોજકો દ્વારા આહવાન કરાયું છે.  

Panchang

dd