નવી
દિલ્હી,
તા. 1 : 44 વર્ષની વયે નિવૃત્તિ લેવાનો નિર્ણય કરનારી
ટેનિસની રાણી સેરેના વિલિયમ્સ આ મહિને લંડનના ક્વીન્સ ક્લબ ખાતે ડબલ્સ ડ્રોમાં
વાઇલ્ડકાર્ડ એન્ટ્રી તરીકે રમશે તેવી ક્લબે પુષ્ટિ કરી હતી. તેણી છેલ્લે સપ્ટેમ્બર
2022માં
ડબ્લ્યુટીએ ટૂરમાં રમી હતી અને યુએસ ઓપનમાં ત્રીજા રાઉન્ડમાં હાર્યા બાદ
વ્યાવસાયિક ટેનિસમાંથી નિવૃત્તિ લીધી હતી. ડબ્લ્યુટીએના પ્રમુખ વેલેરિયા કેમિલોએ
તેના પુનરાગમનનું સ્વાગત કર્યું હતું. એક મીડિયા હેવાલ મુજબ, ચાર વર્ષ પહેલાં નિવૃત્તિની જાહેરાત કર્યા પછી પાછા ફરવા વિશે સેરેના
વિલિયમ્સે કહ્યું હતું કે, ક્વીન્સ ક્લબ આ નવા અધ્યાયની
શરૂઆત કરવા માટે યોગ્ય સ્થળ જેવું લાગે છે.
ડબ્લ્યુટીએના પ્રમુખ વેલેરિયા કેમિલોએ સેરેનાને આવકારતા એક નિવેદનમાં
જણાવ્યું હતું કે, સેરેના સર્વકાલીન મહાન ખેલાડીઓમાંની એક છે,
જેનો વારસો કોર્ટની બહાર પણ ફેલાયેલો છે. હું ટોચના ખેલાડીઓની નવી પેઢી
સમક્ષ તેમનો ચહેરો જોવા માટે આતુર છું.