• બુધવાર, 03 જૂન, 2026

ઇન્ડોનેશિયા ઓપનમાં સિંધુ બીજા રાઉન્ડમાં: શ્રીકાંત અને લક્ષ્ય બહાર

જાકાર્તા, તા.2 : ભારતની બે વખતની ઓલિમ્પિક ચંદ્રક વિજેતા ખેલાડી પીવી સિંધુ રસાકસી પછી ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન-1000 ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચી જ્યારે કિદાંબી શ્રીકાંત પહેલા રાઉન્ડનો અવરોધ બાધા પાર કરી શકયો નથી. પીવી સિંધુનો પહેલા રાઉન્ડમાં થાઇલેન્ડની ખેલાડી બુસાનન સામે પ1 મિનિટની રમત પછી 2પ-23 અને 21-16થી વિજય થયો હતો.બીજા રાઉન્ડમાં સિંધુની ટક્કર વિશ્વ નંબર વન કોરિયન    ખેલાડી આન સે યંગ વિરુદ્ધ થશે. જેણે ગત સપ્તાહે સિંગાપોર ઓપનના ક્વાર્ટરમાં સિંધુને હાર આપી હતી. સિંધુ આ કોરિયન ખેલાડી સામે તમામ 9 મેચ હારી ચૂકી છે. મેન્સ સિંગલ્સના પહેલા રાઉન્ડમાં કિદાંબી શ્રીકાંત જાપાની ખેલાડી યુશી તનાક સામે 19-21 અને 1પ-21થી હારી ઈન્ડોનેશિયા ઓપનની બહાર થયો હતો. મહિલા સિંગલ્સમાં માલવિકા બંસોડ અને ડબલ્સમાં ત્રિશા જોલી-ગાયત્રી ગોપીચંદ પણ પહેલા રાઉન્ડમાં હારી બહાર થયા હતા. આ ઉપરાંત ભારતનો સ્ટાર ખેલાડી લક્ષ્ય સેન પણ પહેલા રાઉન્ડમાં ઇન્ડોનેશિયાના ખેલાડી એલ્વી ફરહાન સામે 19-21 અને 16-21થી હારી બહાર થયો હતો. 

Panchang

dd