મુંદરા, તા. 2 : કચ્છ જેવા વિશાળ અને વિસ્તરેલા
જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય જાગૃતિ અને સુવિધાઓનો અભાવ આજે પણ એક મોટો પડકાર
છે, આવા સમયમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા લેવામાં
આવતી આરોગ્ય પહેલો ગ્રામ્ય જીવનમાં આશાનું કિરણ પુરવાર થઈ રહી છે, ત્યારે અદાણી હોસ્પિટલ મુંદરા અને જી. કે. જનરલ હોસ્પિટલ, ભુજના સહયોગથી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી
આરોગ્ય નિદાન તથા સારવાર કેમ્પોનું આયોજન કરીને ગામડાં સુધી ગુણવત્તાયુક્ત આરોગ્યસેવા
પહોંચાડવામાં આવી રહી છે. આ કેમ્પોમાં આંખ, બાળરોગ, દાંત, હાડકાં, સ્ત્રીરોગ અને જનરલ
ફિઝિશિયન જેવા ક્ષેત્રોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ગામમાં જ તપાસ અને સારવાર કરવામાં
આવી હતી, દર્દીઓને તેમની આરોગ્ય સ્થિતિ અંગે માર્ગદર્શન આપી,
નિ:શુલ્ક દવાઓ આપવામાં આવી અને જરૂર મુજબ આગળની સારવાર માટે હોસ્પિટલમાં
રીફર કરવામાં આવ્યા હતા. એપ્રિલ અને મે 2026 દરમિયાન મુંદરા, અંજાર, દયાપર અને ખાવડા વિસ્તારના કુલ 11 અંતરિયાળ ગામમાં આરોગ્ય કેમ્પ
યોજાયા હતા, જેમાં મુંદરા તાલુકાના
મોટા કાંડાગરા, લુણી, રામાણિયા,
ગેલડા, વાઘુરા, અંજારના તાલુકામાં
વીરા, ભલોટ, દયાપર બાજુના દેશલપુર-ગુંતલી,
ઉગેડી, ખાવડા બાજુના નાના અને મોટા બાંધા. આ કેમ્પમાં
કુલ મળી 1350થી વધુ ગ્રામજનોએ
આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો, જે ગ્રામ્ય
આરોગ્ય ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ દર્શાવે છે. આ વિશે અદાણી પોર્ટસના એક્સિક્યુટિવ
ડિરેક્ટર રક્ષિતભાઈ શાહે જણાવ્યું હતું કે, અદાણી ફાઉન્ડેશનની
આ પહેલ માત્ર સારવાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ ગ્રામ્ય સમાજમાં
આરોગ્ય જાગૃતિ, વિશ્વાસ અને જીવનની ગુણવત્તામાં સુધારો લાવવાનો
છે. અમારો ઉદ્દેશ કચ્છના દૂરદરાજ વિસ્તારોમાં પહોંચતી આ સેવાઓ એક સ્વસ્થ અને સશક્ત
સમાજ નિર્માણ તરફ લઈ જવાનો છે. આ પહેલમાં જિલ્લા અને તાલુકા આરોગ્ય વિભાગ, ગ્રામ પંચાયતો, સરપંચો અને સ્થાનિક આગેવાનોનો મહત્ત્વપૂર્ણ
સહયોગ મળ્યો હતો, સાથેસાથે અદાણી ફાઉન્ડેશન દ્વારા સરકારની વિવિધ
યોજનાઓ સાથે લાભાર્થીઓને જોડવાનું કાર્ય પણ સક્રિય રીતે કરવામાં આવ્યું હતું. માત્ર
કેમ્પ પૂરતી મર્યાદા નહીં રાખતા ફાઉન્ડેશન દ્વારા મુંદરા, લખપત,
ખાવડા અને અબડાસા વિસ્તારમાં આવેલા ઇંયફહાવિં જીબ ઈયક્ષાયિંિ,
ઙઇંઈ તથા ઈઇંઈને આરોગ્ય સાધન સહાય અને નિષ્ણાત ડોક્ટર સેવા દ્વારા મજબૂત
બનાવવામાં આવી રહ્યા છે.