• બુધવાર, 03 જૂન, 2026

શિરવામાં એક હજાર ચો.મી. સરકારી જમીનને કરાઈ દબાણમુક્ત

કોડાય, તા.2 : કચ્છમાં સરકારી જમીનને દબાણમુક્ત કરવા માટે વહીવટી તંત્રે કડક વલણ અપનાવ્યું છે ત્યારે માંડવી તાલુકાના શિરવા ગામે સરકારી જમીન પરના 35 વર્ષ જુના દબાણોને મામલતદાર અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં તોડી પડાયું હતું. આ કાર્યવાહી અંતર્ગત 1000 ચો.મી. સરકારી જમીનને દબાણમુક્ત કરવામાં આવી હતી.  શિરવાના અકબરશા અબ્દુલશા સૈયદે સરકારી જમીન પર ત્રણ દાયકા કરતા વધુ સમયથી પાકું રહેણાંક મકાન, સીમેન્ટના પતરા વાળી દુકાન, વરંડો બનાવી સરકારી જમીનને પચાવી પાડી હતી. આ દબાણ બાબતે થયેલી ફરિયાદના આધારે 13 જુલાઈ 2025ના હુકમના આધારે દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરી અનઅધિકૃત પેશકદમી પર બુલ્ડોઝર ફેરવી દેવાયું હતું. દબાણમુક્ત કરાયેલી જમીનની જંત્રી મુજબ કિંમત 3,52,800ની આંકવામાં આવી છે જેની પર વસુલવાપાત્ર દંડની રકમ 1,26,840 થવા જાય છે. શિરવા ગામના સરકારી સર્વે નંબર 412, નવા ગામતળના સર્વે નંબર 408માં દબાણ હટાવવાની હાથ ધરાયેલી આ કામગીરીના પગલે દબાણકર્તા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. અનઅધિકૃત દબાણો દુર કરવાની આ કામગીરીમાં માંડવી મામલતદાર, પોલીસ-તંત્ર તેમજ અન્ય તંત્રોની  ટીમ જોડાઈ હતી. 

Panchang

dd