ડબલિન, તા. 12 : પૂર્વ ભારતીય કપ્તાન અને ટી-20 વિશ્વ વિજેતા કોચ રાહુલ દ્રવિડ યુરોપિયન ટી-20 લીગ ઇટીપીએલમાં ડબલિન ગાર્ડિયન્સ ટીમનો માલિક
બન્યા છે. ઇટીપેએલમાં 6 ટીમ
સામેલ છે અને પહેલી સીઝન ઓગસ્ટ-2026માં
શરૂ થવાની છે. આ લીગ ક્રિકેટ આયરલેન્ડ, ક્રિકેટ સ્કોટલેન્ડ અને રોયલ ડચ ક્રિકેટ એસોસિયેશન દ્વારા
શરૂ કરવામાં આવી છે. આ લીગમાં ડબલિન, બેલફાસ્ટ, એડિનબર્ગ, ગ્લાસગો, રોટડર્મ અને
એમસ્ટર્ડમની ટીમ સામેલ છે. આ લીગ યુરોપની પહેલી આઇસીસી માન્યતા પ્રાપ્ત છે. દ્રવિડ
જે ફ્રેંચાઈઝીનો માલિક બન્યા છે તે ડબલિન ગાર્ડિયન્સ ટીમમાં ઘણા ઇન્ટરનેશનલ ખેલાડી
છે. બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચનના સહ-માલિકની આ લીગમાં ગ્લેન મેક્સવેલ, સ્ટિવ વો, નાથન મેક્કયૂલમ, જોન્ટી
રોહ્ડસ, હેનરિક કલાસેન, ક્રિસ ગેલ અને ફાફ
ડૂ પ્લેસિ જોડાયા છે. આ ખેલાડીઓ જુદી જુદી ફ્રેંચાઈઝીના સહમાલિક છે. દ્રવિડે કહ્યું
છે કે યુરોપના ક્રિકેટરો માટે આ લીગ ઇટીપીએલ રોમાંચક બની રહેશે. આથી અહીંનું ક્રિકેટ
સ્તર ઘણું ઉંચું આવશે.