• બુધવાર, 13 મે, 2026

મોડસરમાં ચાર વાડીમાંથી 92 હજારના વાયરની ચોરી

ગાંધીધામ, તા. 12 : અંજારના મોડસરની સીમમાં આવેલી ચાર વાડીમાં ઘૂસી નિશાચરોએ રૂા. 92,000ના વાયરની તફડંચી કરી હતી. રતનાલ ગામમાં રહેતા વાઘજી છાંગાની વાડી રતનાલ-મોડસર જતા વિસ્તારમાં મોડસરની સીમમાં આવેલી છે. જ્યાં ગત રાત્રે તેમના પિતા ત્રિકમભાઇ છાંગા સુવા માટે ગયા હતા, તેઓ આજે સવારે જાગતા વાયરની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. તેમની વાડીમાંથી 10 એમએમનો 36 મીટર, બાજુમાં વાસણ જીવણ છાંગાની વાડીમાંથી 10 એમએમનો 34 મીટર, ત્રિકમ અરજણ છાંગાની વાડીમાંથી 10 એમએમનો 120 મીટર તથા અરજણ હિરા દેવાણીની વાડીમાંથી 10 એમએમનો 14 મીટર અને પાણી પુરવઠાના સરકારી બોર નંબર બેના વાયરની પણ ચોરી કરવામાં આવી હતી. રૂા. 93400ના વાયરની ચોરી અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd