• બુધવાર, 13 મે, 2026

ભુવનેશ્વરને 4 વિકેટથી વધુ મજા છગ્ગો મારવામાં આવી

રાયપુર, તા. 11 : ભુવનેશ્વર જ્યારે સ્ટ્રાઇક પર હતો ત્યારે આરસીબીને મુંબઈ ઇન્ડિયન્સને 167 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા છેલ્લા ત્રણ દડામાં 9 રનની જરૂર હતી. રાજ અંગદ બાવાએ વાઇડ યોર્કરનો પ્રયાસ કર્યો પણ ભુવનેશ્વરે તેને ડીપ કવરમાં છગ્ગોક્કો ફટકારી દીધો. જે શોટ મુંબઇની હાર માટે નિમિત્ત બન્યો. બાકીના બે દડામાં ભુવનેશ્વર રસિખ ડારે 3 રન કરી આરસીબીને બે વિકેટે રોમાંચક જીત અપાવી. અગાઉ ભુવનેશ્વરે ઝંઝાવાતી બોલિંગ કરીને 23 રનમાં 4 વિકેટ ઝડપી હતી.  પ્લેયર ઓફ ધ મેચ થયા પછી ભુવનેશ્વરને પૂછવામાં આવ્યું કે કઇ ક્ષણને વધુ યાદ રાખશો. ત્યારે ભુવીએ કહ્યું છક્કાને. કારણ કે મેં પહેલા પણ ઘણીવાર સારી બોલિંગ કરી છે અને વિકેટો લીધી છે. પણ આ એવો શોટ હતો જેથી મને સૌથી વધુ મજા આવી. ભુવનેશ્વર કુમારની કુલ 21 વિકેટ થઇ છે અને તે પર્પલ કેપમાં પહેલા સ્થાન પર આવી ગયો છે. આ તકે ભુવનેશ્વરે 73 રનની કુણાલ પંડયાને લડાયક ઇનિંગને વિજયનો શ્રેય આપ્યો હતો.

Panchang

dd