• બુધવાર, 13 મે, 2026

વેરો ભરવામાં જાગૃત ભુજના પ્રથમ પાંચ નાગરિકનું અભિવાદન કરાયું

ભુજ, તા. 12 : ભુજ નગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2026-27ની વેરા વસૂલાત કામગીરીની સરકારની યોજના અનુસાર ઓફલાઇન પેમેન્ટમાં મિલકત વેરા ઉપર 10 ટકા રિબેટ સાથે શરૂઆત કરવામાં આવી હતી, આ યોજનાનો શહેરીજનોએ લાભ લીધો હતો. ભુજ નગરપાલિકામાં નાણાકીય વર્ષ 2026-27નો વેરો ભરનારા પ્રથમ પાંચ જાગૃત નાગરિક નીતિનકુમાર રમેશચંદ્ર મહેતા, અનિલ કપૂરચંદ શેઠ,  પ્રેમિલાબેન પ્રદીપભાઇ દવે,  પુષ્પાબેન ઇશ્વરલાલ બુદ્ધભટ્ટી અને જ્યોતિબેન લહેરીકાંત સોનીનું નગરપાલિકા દ્વારા અભિવાદન કરાયું હતું. અન્ય નાગરિકો આવો ઉત્સાહ બતાવી સરકાર દ્વારા જે મિલકત વેરા ઉપર 10 ટકા રિબેટની જોગવાઇ કરવામાં આવી છે, તેનો લાભ મેળવે તથા આવનારા દિવસોમાં વેરા ભરી આ યોજના જે 30મી જૂન સુધી રહેશે તેનો લાભ લઇ શહેરના વિકાસમાં સહભાગી બનવા જણાવાયું છે. 

Panchang

dd