• શુક્રવાર, 04 જુલાઈ, 2025

ગિલે કર્યો વિક્રમોનો વરસાદ

બર્મિંગહામ, તા. 3 : કપ્તાન બન્યા બાદ ઓર બહેતર બેટિંગ કરી રહેલા શુભમન ગિલે આજે અહીં ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટના બીજા દિવસે 269 રનની યાદગાર ઈનિંગ્સ રમીને અનેક કીર્તિમાન રચી નાખ્યા હતા. ગિલે 387 દડામાં 30 ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા અને ટેસ્ટમાં ભારતીય કપ્તાનનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો, તો ઈંગ્લેન્ડમાં કોઈ પણ ભારતીયનો આ શ્રેષ્ઠ સ્કોર છે. `િપ્રન્સ' શુભમન ગિલે `િકંગ' વિરાટ કોહલીનો રેકોર્ડ તોડયો હતો. વિરાટે કપ્તાન તરીકે પૂણેમાં 2019માં દ. આફ્રિકા સામે 254 રન (અણનમ) ફટકાર્યા હતા. ભારતે આજે 587 રન ખડક્યા બાદ ઈંગ્લેન્ડે ત્રણ વિકેટ  ઝડપથી ગુમાવી દીધી હતી. તે ઇંગ્લેન્ડની ધરતી પર બેવડી સદી કરનારો ભારતનો પહેલો કેપ્ટન બન્યો છે. આ મામલે તે મોહમ્મદ અઝહરૂદ્દીનથી આગળ થયો છે. અઝહરૂદ્દીને 1990માં 179 રનની ઇનિંગ્સ રમી હતી. આ ઉપરાંત ઇંગ્લેન્ડની ધરતી પર સૌથી વધુ રન કરનારો એશિયન સુકાની પણ બન્યો છે. ઈંગ્લેન્ડમાં તેણે ભારત તરફથી સૌથી મોટી ઇનિંગ્સ રમી છે. આ પહેલાં મહાન સુનીલ ગાવસ્કરે 1979માં ઓવલ ટેસ્ટમાં 221 રન કર્યા હતા. વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે વિદેશી ધરતી સૌથી વધુ 200 રનની ઇનિંગ્સ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 2016માં નોર્થ સાઉન્ડ ખાતે રમી હતી. શુભમન ગિલ સેના દેશો (સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા)માં બેવડી સદી કરનારો પહેલો કપ્તાન બન્યો છે.  પાછલું શ્રેષ્ઠ પ્રદર્શન શ્રીલંકાના કપ્તાન તિલકરત્ને દિલશાનનું હતું. તેણે 2011માં લોર્ડસ ટેસ્ટમાં 193 રન કર્યા હતા. કેપ્ટનના રૂપમાં પણ ગિલનો ભારત તરફથી સૌથી વધુ સ્કોર બન્યો છે. આ રેકોર્ડ અગાઉ કોહલીનાં નામે હતો. તેણે 2019માં આફ્રિકા સામે અણનમ 24 રન કર્યા હતા.  

Panchang

dd