લંડન, તા. 3 : વિમ્બલ્ડનના ચોથા દિવસે બુધવારે
સેન્ટર કોર્ટ પર ડેન ઇવાન્સને 6-3, 6-2, 6-0થી હરાવીને નોવાક જોકોવિચે 19મી વખત વિમ્બલ્ડનના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરીને વધુ એક વિક્રમ
બનાવ્યો છે, જ્યારે ભૂતપૂર્વ વિશ્વ
નંબર વન ખેલાડી ઇગા સ્વિયાતેકે સેન્ટર કોર્ટ પર યુનાઇટેડ સ્ટેટ્સની કેટી મેકનેલીને
5-7, 6-2, 6-1થી હરાવીને વિમ્બલ્ડનના ત્રીજા
રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. સ્વિયાતેક આગામી
મુકાબલામાં અન્ય એક અમેરિકન ખેલાડી ડેનિયલ કોલિન્સ સાથે રમશે, જેણે વેરોનિકા એર્જાવેકને 6-4, 6-1 થી હરાવી હતી. બાર્બોરા ક્રેજાસિકોવાએ
યુનાઇટેડ સ્ટેટ્સની કેરોલિન ડોલેહાઇડને 6-3, 3-6, 6-2થી હરાવીને મહિલા સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે.
એમ્મા નાવારો વેરોનિકા કુડેરમેટોવાને હરાવીને સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં આગેકૂચ કરી
છે. એલેના રાયબાકીનાએ મારિયા સક્કારી સામે બીજા રાઉન્ડની મેચમાં હળવી મહેનત કરી હતી
અને 11મી ક્રમાંકિત ખેલાડીએ 6-3, 6-1થી જીત મેળવી હતી. પુરુષ વર્ગના
અન્ય મેચમાં પાંચમા ક્રમના ખેલાડી ટેલર ફ્રિટજનો કેનેડાના ખેલાડી ગેબ્રિયલ ડાયલોએ 3-6, 6-3, 7-6, 4-6 અને 6-3થી વિજય થયો હતો. 12મા ક્રમનો ખેલાડી ફ્રાંસિસો ટિયાફો બીજા
રાઉન્ડમાં હારીને બહાર થયો હતો. મહિલા વર્ગમાં ગયા વર્ષની ઉપવિજેતા ચોથા ક્રમની જેસ્મીન
પાઓલિની ઉલટફેરનો શિકાર બની બહાર થઇ હતી. તેણીનો બિનક્રમાંકિત ખેલાડી કામિલા રાખીમોવા
સામે 4-6, 6-4 અને 6-4થી હાર થઇ હતી.