• શુક્રવાર, 04 જુલાઈ, 2025

ફાર્મસી કાઉન્સિલના પ્રમુખનાં નિવાસે દરોડો

અમદાવાદ, તા. 3 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમાન્ય કોલેજો અને અન્ય ગોટાળાઓને લઈને સીબીઆઇએ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલના ઝુંડાલ સ્થિત બંગલા પર દરોડો પાડયો છે. તેમના પર દિલ્હીની ઓફિસ તથા ઘરે લાંચ લેવાનો આક્ષેપ છે. જો કે, મોન્ટુ પટેલનો કોઇ પત્તો નથી. મળતી માહિતી અનુસાર મોન્ટુ પટેલ પર કોલેજની માન્યતા બદલ લાંચ લેવાનો પણ આક્ષેપ છે. આ કાર્યવાહીને લઈ મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોમાં કોલેજોની માન્યતામાં આચરેલી ગેરરીતિની પણ તપાસ કરવામાં આવશે. ઉપરાંત મોન્ટુ પટેલ અને તેના સહયોગીઓ પર પીસીઆઇમાં નકલી ઇનવર્ડ નંબર, બેકડેટ એન્ટ્રીઝ અને જીપીએસસીની ફાઇલોમાં હેરાફેરી કરીને પોતાને અને પોતાના સાથીઓને મોટા પદ પર બેસાડવાના આક્ષેપો પણ અગાઉ થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, સીબીઆઇએ આ મામલે એજન્સીએ ઝુંડાલમાં આવેલા મોન્ટુ પટેલના બંગલા સહિત દિલ્હીમાં પીસીઆઇની ઓફિસ અને અન્ય સ્થળો પર દરોડા પાડયા છે. મોન્ટુ પટેલના અમદાવાદના ઝુંડાલ વિસ્તારમાં બંગલા પર સીબીઆઈની ટીમે વહેલી સવારે દરોડા પાડયા હતા. આ ઉપરાંત દિલ્હીમાં પીસીઆઈની મુખ્ય ઓફિસ અને મોન્ટુ પટેલનાં નિવાસસ્થાને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં દસ્તાવેજોની ચકાસણી, ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન્સ, લાંચના આરોપો સાથે સંકળાયેલા પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે. 

Panchang

dd