• શુક્રવાર, 04 જુલાઈ, 2025

`બિગ બ્યૂટીફુલ બિલ' પસાર;ટ્રમ્પની મોટી જીત

વોશિંગ્ટન, તા. 3 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશાળ કર અને ખર્ચવાળા મહત્ત્વાકાંક્ષી ગણાતા 3.4 ટ્રિલિયન ડોલરના બિલે ગુરુવારે અંતિમ અવરોધ પાર  કરી મેરેથોન પ્રયાસના અંતે 218-214 મત મળ્યા હતા, જે ટ્રમ્પના 2017ના કરવેરા કાપને કાયમી બનાવશે. આ બિગ બ્યૂટીફુલ બિલ પસાર થતાં ટ્રમ્પ માટે કાયદામાં સહી કરવાનો માર્ગ મોકળો થવા સાથે ટ્રમ્પને મોટી જીત મળી છે. નવા કરવેરા છૂટ આપશે અને તેમની ઇમિગ્રેશન કાર્યવાહીને ભંડોળ પૂરું પાડશે. રિપબ્લિકન-નિયંત્રિત હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે આ પગલાંને સંકુચિત મતથી મંજૂરી આપી હતી. બીજીતરફ, ભારત અને અમેરિકા વચ્ચે એક વચગાળાની વેપાર સમજૂતિને આગામી 48 કલાકમાં અંતિમ રૂપ આપવામાં આવે તેવી સંભાવના છે. સૂત્રો અનુસાર બન્ને દેશ વચ્ચે વેપાર સમજૂતી સુધી પહોંચવા માટે વોશિંગ્ટનમાં વાતચીત ચાલી રહી છે. ભારતના વ્યાપાર પ્રતિનિધિ સમજૂતિને લઈને બન્ને દેશ વચ્ચે મતભેદો દુર કરવા હજી થોડા દિવસ અમેરિકામાં રહેશે. ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર પણ અમેરિકાના પ્રવાસે છે અને ટ્રમ્પના ટેરિફ મુદ્દે કહ્યું હતું કે, સમય આવ્યે જોઈ લેશું. બન્ને દેશ 9 જુલાઈની સમયસીમા પહેલા એક વ્યાપાર સમજૂતિ કરવા ઈચ્છે છે કારણ કે જો આ દિવસ સુધીમાં સમજૂતી ન થાય તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતથી અમેરિકામાં આવતા સામાનો ઉપર ઉંચો ટેરિફ લાદશે.  સુત્રોના કહેવા પ્રમાણે અમેરિકા ભારતીય કૃષિ અને ડેરી ક્ષેત્રો માટે બજારની પહોંચ બનાવવા દબાણ કરી રહ્યું છે. જો કે ગ્રામીણ આજીવિકા અને ખાદ્ય સુરક્ષાના કારણે  ભારત માટે આ ક્ષેત્ર ચિંતાપ્રેરક બનેલું છે. નવી દિલ્હી આ મુદ્દે સમજૂતિ કરવી મુશ્કેલ છે. સુત્રોના હવાલાથી સામે આવેલા એક અહેવાલ અનુસાર ભારતના વ્યાપાર પ્રતિનિધિ પ્રમુખ કૃષિ અને ડેરીના મુખ્ય મુદ્દે સમજૂતી કરશે નહીં. અમેરિકામાં ઉગાડવામાં આવેલા સંશોધિત મકાઈ, સોયાબિન, ચોખા અને ઘઉં ઉપર ભારતની અંદર ટેરિફ ઘટાડવો અસ્વિકાર્ય છે. બીજી તરફ ભારત કપડા, જૂતા અને ચાપડા જેવા શ્રમ કેન્દ્રીત નિકાસો ઉપર અમેરિકા પાસે મોટી ટેરિફ છુટ લેવા ઉપર  ભાર મુકી રહ્યું છે. આ ભારત માટે રોજગાર પેદા કરતા પ્રમુખ સેક્ટર છે.  

Panchang

dd