ગાંધીધામ, તા. 3 : રાપર તાલુકાના માનગઢ નજીક જાહેરમાં
જુગાર રમતા ચાર શખ્સને પોલીસે પકડી પાડયા હતા, જ્યારે એક શખ્સ નાસી જવામાં સફળ રહ્યો હતો. પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા.
16,550 જપ્ત કરાયા હતા. રાપરના માનગઢ
ઢુવા ગામથી માનગઢ ટીંબા તરફ જવાના કાચા રસ્તા પર ખુલ્લી જગ્યામાં અમુક શખ્સો જુગાર રમી પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા. તેવામાં
આવેલી પોલીસે હેમંત જેશા કોળી, જયરામ
મેરા કોળી, ઈશ્વર બાબુ પરમાર (રાજપૂત), કલ્પેશ સામતા દસાણી (રાજપૂત)ને પકડી પાડયા હતા, જ્યારે
કીર્તિ પોપટ કોળી નામનો શખ્સ નાસી જવામાં સફળ
રહ્યો હતો. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 16,550 તથા ચાર મોબાઈલ, બે બાઈક અને એક મોપેડ એમ કુલ રૂા. 1,16,550નો મુદ્દામાલ જપ્ત કરવામાં
આવ્યો હતો.