ગાંધીધામ, તા. 3 : ભચાઉ તાલુકાના યશોદાધામ-નાની
ચીરઇ નજીક એક કારમાંથી રૂા. 9700ના અંગ્રેજી
શરાબ સાથે શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. નાની ચીરઇ-યશોદાધામ નજીક પેગાસસ કંપની સામે
રોડ પાસે કાર ઊભી રાખી દારૂનું વેચાણ કરતા ગામના ધનજી ભીખા રબારી નામના શખ્સની પોલીસે
ધરપકડ કરી હતી. આ નંબરપ્લેટ વગરની કારમાંથી રોયલ ચેલેન્જની ત્રણ, ગ્રીન લેબલની ચાર તથા ઓલ સિઝનની એક એમ કુલ રૂા.
9700નો શરાબ જપ્ત કરવામાં આવ્યો
હતો. કારમાં આ દારૂ ગોકુળગામનો હરિ ભારા બાલાસરા વેચાણ માટે આપી ગયો હતો. કારમાંથી
હરિ બાલાસરાના આધારકાર્ડ, પાનકાર્ડ,
ડ્રાઇવિંગ લાયસન્સ પણ જપ્ત કરવામાં આવ્યા હતા.