• શુક્રવાર, 04 જુલાઈ, 2025

કંડલા સેઝના ગોદામમાં મુંબઈ ડી.આર.આઇ.ની ટુકડી ત્રાટકી

ગાંધીધામ, તા. 3 : કંડલા સેઝના ગોદામમાં ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઇન્ટેલિજન્સ (ડી.આર.આઈ.) મુંબઈ અને સ્થાનિક શાખાની ટુકડી દ્વારા તપાસ કરવામાં આવી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. મોડી  રાત્રિ સુધી તપાસ ચાલુ રહી હતી. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ચીનથી આયાત થયેલા પ્રતિબંધિત ફટાકડા મુદ્દે આજે સાંજથી મુંબઈ અને ગાંધીધામ ડી.આર.આઇ.ની ટુકડી દ્વારા તપાસ આદરવામાં આવી છે. મુંદરા બંદરે કેટલા કન્ટેનરો આયાત થયા હતા? કઈ વસ્તુની આડમાં આ પ્રતિબંધિત ફટાકડા ઘૂસાડવામાં આવ્યા હતા તે સહિતના મુદ્દે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. કંડલા સેઝના ગોદામમાં  વધુ એક વખત એજન્સીની કાર્યવાહીનાં પગલે ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્ત્વોમાં ફફડાટ  ફેલાયો છે. વધુ એક મિસડિક્લેરેશનનો મામલો  બહાર આવતાં ચકચાર પ્રસરી છે. પ્રતિબંધિત ફટાકડાનો સંગ્રહ ક્યારેક સંકુલ માટે જોખમી  સાબિત થશે તેવી ભીતિ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. હજુ કાર્યવાહી ચાલુ હોવાથી  વધુ કોઈ વિગતો સાંપડી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, કંડલા સેઝમાં અગાઉ સોપારી, કાળા મરી, બેઝ ઓઈલ, આયાતી ડીઝલ સહિતના મુદ્દે વિવિધ બહારની એજન્સીઓ દ્વારા અગાઉ લટાર મારવામાં આવી હતી અને અમુક કિસ્સામાં કાર્યવાહી પણ થઈ છે, ત્યારે વધુ એક વખત મુંબઈની એજેન્સીની તપાસથી ચકચાર પ્રસરી છે. 

Panchang

dd