• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

ભગવાન શ્રીરામના આદર્શ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ

ગાંધીધામ, તા. 13 : અગ્રવાલ સમાજ અને શ્રીરામ શ્યામ સેવક પરિવાર, ગાંધીધામ દ્વારા  54 વર્ષથી વધુ જૂના `શ્રીરામલીલા અને દશેરા મહોત્સવનો આંરભ થયો હતો. મેયર દિવ્યાબેન નાથાણી,  ડેપ્યુટી મેયર નવીનભાઈ જરૂ,  સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન તેજસ શેઠ, એસઆરસી ચેરમેન  સેવકભાઈ લખવાણી, બીએસએફ 85 બટાલિયન કમાન્ડન્ટ  શિવકુમાર જી, મહેશ્વરી સમાજના ગુરુ ધીરજદાદા માતંગ, જિલ્લા પોલીસ અધિક્ષક  સાગર બાગમારના હસ્તે આરંભ કરાયો હતો. યોગિતા શર્માએ  નાટય પ્રદર્શન કર્યું હતું. આ વર્ષે, આધુનિક ટેક્નોલોજી, પ્રકાશ અને ધ્વનિની ઉપલબ્ધતાને કારણે, રામલીલા પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.ગાંધીધામના પ્રતિભાશાળી સ્થાનિક કલાકારો દ્વારા રામલીલાનું મંચન કરાશે. રામલીલામાં પ્રવેશ નિ:શુલ્ક રાખવામાં આવ્યો હોવાનું   આયોજકોએ જણાવ્યું હતું. દશેરાના ડીપીએ ગ્રાઉન્ડ ખાતે ત્રણ પૂતળાંનું  દહન કરાશે, જેની તૈયારીઓ આંરભાઈ છે. ઉત્સવના અંતિમ દિવસે, 21 ઓક્ટોબર, 2026ના  એક ખાસ ઝાંખી અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. તે રાવણના વધ પછી અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય સ્વાગત, દીપ ઉત્સવ, ભરત સાથેની મુલાકાત અને ભગવાન શ્રીરામના રાજ્યાભિષેકનું ચિત્રણ કરશે. આયોજકો જણાવે છે કે, આ ખાસ પ્રસ્તુતિ દ્વારા ભગવાન શ્રીરામના આદર્શો, ગૌરવ, બલિદાન, ભાઈચારો અને ધર્મના વિજયનો સંદેશ લોકોને પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.  શ્રીરામ શ્યામ સેવક પરિવારના પ્રમુખ પી.સી  અગ્રવાલે  ગાંધીધામ સહિત સમગ્ર પૂર્વ કચ્છના તમામ સનાતન ધર્મપ્રેમીઓ, ધાર્મિક અને સામાજિક સંગઠનો અને સંતોને આ ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવમાં પરિવારો સાથે આવવા, રામલીલા અને દશેરા ઉત્સવનો આનંદ માણવા અને કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરી કહ્યું કે, આ ફક્ત રામલીલાનો કાર્યક્રમ નથી, પરંતુ સમાજના તમામ વર્ગોમાં ભાઈચારો અને સંવાદિતાને પ્રોત્સાહન આપવાનું એક ઉત્તમ માધ્યમ છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd