• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

ગુનેગારોમાં ભય જાગે એવી સુપ્રીમ લાગણી

પોલીસ તંત્ર દ્વારા ગુનેગારોની સામે હાથ ધરાતી કડક કાર્યવાહીની સામે સવાલ ઊઠાવનારાને હવે સર્વોચ્ચ અદાલતે જવાબ આપી દીધો છે. મહિલાઓ અને બાળકોની સામે યૌન અપરાધોમાં ગુનેગારોનાં મનમાં કાયદાનો ડર ઊભો કરાવવા પોલીસ દ્વારા થતી કાર્યવાહીને સુપ્રીમ કોર્ટે પણ જરૂરી ગણાવી છે.  કાયદાનું પાલન કરાવતી એજન્સીઓ સામાન્ય રીતે ગુનો બન્યા બાદ સજા કરાવવા સક્રિય બનતી હોય છે,  પણ યૌન શોષણ જેવા ગુનામાં ગુનેગારો સામેની કડક કાર્યવાહીથી અપરાધીઓમાં ડર જાગે તેનાથી ગુનો આચરવાથી તે હિંમત ન કરી શકે. રાજધાની વિસ્તારમાં 48 દિવસમાં સગીરાઓના સામુહિક બળાત્કારના બનેલા ત્રણ બનાવની નોંધ લઈને સર્વોચ્ચ અદાલતે ગુનેગારોમાં ડર ઊભો કરવા પર ખાસ ભાર મુક્યો છે.  અદાલતના વિધાનથી એક કડવી વાસ્તવિક્તાને સ્વીકૃતિ મળી છે કે, જ્યાં સુધી અપરાધીનાં મનમાં મોતનો ડર નહીં જાગે, ત્યાં સુધી આવા ગુના અટકશે નહીં. અદાલતની આ લાગણી કોઈ બદલાની ભાવનાનું પ્રતિબિંબ પાડતી નથી,  પરંતુ કાયદાને વધુ અસરકારક રીતે દેખીતો બનાવવાની જરૂરત છતી કરે છે. ઉલ્લેખનીય છે કે, ગઈ ચોથી ઓગસ્ટના ગ્રેટર નોઈડાથી દિલ્હી જતી બસમાં 16 વર્ષની સગીરા સાથે સામૂહિક બળાત્કાર થયો હતો, તો 12મી સપ્ટેમ્બરે સ્વરૂપનગર વિસ્તારમાં એક સગીરાની સાથે ગેંગ રેપ કરીને તેની હત્યા કરી દેવાઈ હતી.  21મી સપ્ટેમ્બરના આસ્થાકુંજ પાર્કમાં ત્રણ હેવાને 17 વર્ષની વિદ્યાર્થિનીની સાથે દુષ્કર્મ આચર્યું હતું.  આમ તો આ ત્રણે બનાવ અલગ અલગ હતા, પણ તેમાં એક વાત છતી થઈ છે કે, ગુનેગારોમાં કાયદો અને વ્યવસ્થા માટેનો ડર જણાયો ન હતો. સર્વોચ્ચ અદાલતે ગુનેગારોમાં કાયદાના ડરના મુદ્દા પર પોલીસ અને વહીવટ તંત્રની જવાબદારી નક્કી કરવાની જરૂરત પર ભાર મુક્યો છે.  અદાલતે સ્પષ્ટ રીતે કહ્યંy છે કે, માત્ર કાગળ પર યોજના બનાવવી પુરતી નથી. જરૂરત પડયે પોલીસે કડક કાર્યવાહી કરવાથી ખચકાવું જોઈએ નહીં. અદાલતે ગુનેગારો સામેની કાર્યવાહીમાં માનવ અધિકારોના ઊભા થતા મુદ્દાથી પોલીસ ખચકાય નહીં એવી પણ સલાહ આપી છે. ગુનાખોરીના આંકડા મુજબ 2024માં દિલ્હીમાં પોસ્કોના 1,પપ3 ગુના પોલીસ ચોપડે નોંધાયા હતા.  202પના આંકડા હજી સામે આવ્યા નથી.  નોંધનીય બાબત એ છે કે, આ આંકડા માત્ર પોલીસ ચોપડે નોંધાયેલા બનાવોના છે.  પોલીસ સુધી ન પહોંચેલી ફરિયાદો વધુ હોઈ શકે છે. આ સંદર્ભમાં ગુનેગારોમાં મોતના ડરના સર્વોચ્ચ અદાલતના વિધાનને કાયદાથી પર કાર્યવાહીને યોગ્ય ગણવાની કોઈ વાત નથી. ખરેખર તો પોલીસ તંત્ર આવા બનાવોની ઝડપી અને સચોટ તપાસ કરીને ગુનેગારોને જબ્બે કરી લેવા જોઈએ. તેની સાથોસાથ આવા ગુનામાં મજબૂત તપાસ, પુરાવા અને અદાલતમાં ક્ષતિરહિત ચાર્જશીટ માટે પોલીસે વધુ કાળજી લઈને ગુનેગારોમાં આવા અપરાધ કરીને બચી નહીં શકાય એવો ડર જગાવવાની  અદાલતની લાગણી જણાઈ રહી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd