• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

સેડાતા પાસે ટાયર ફાટતાં કાર પલટી : યુવતી ઘાયલ

ભુજ, તા. 13 : શહેરની ભાગોળે સેડાતા પાસે મધ્ય રાત્રે કારનું ટાયર ફાટતાં કાર પલટી ખાઇ ગઇ હતી. આથી તેમાં સવાર યુવતી ઘાયલ થઇ હતી. તા. 13-10ના રાત્રે 2-30 વાગ્યાના અરસામાં સેડાતા પાસે ચાલતી કારે ટાયર ફાટતાં કાર પલટી ખાઇ ગઈ હતી. આથી આ અકસ્માતનાં પગલે કારમાં સવાર 21 વર્ષીય યુવતી મોનિલ કેતન મોરબિયા (રહે. છઠ્ઠીબારી, ભુજ) ઘાયલ થતાં તેના પિતા સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઇ આવ્યા હતા અને અકસ્માતની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં લખાવી હતી. માનકૂવા પોલીસને જાણ કરાઇ છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd