• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

ગાંધીધામમાં `રાસ ઓફ કચ્છ'નો દબદબાભેર આરંભ

ગાંધીધામ, તા. 13 :  કચ્છની પ્રાચીન ગરબા પરંપરાને જીવંત રાખતા નવરાત્રી મહોત્સવ પ્રાચીન ગરબા `રાસ ઓફ કચ્છ'નું પ્રથમ નોરતે રીવા ફાર્મ ખાતે વિવિધ સમાજના ધર્મગુરુઓના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.  આ મહોત્સવમાં પહેલા અને બીજા નોરતે  મોડી રાત્રિ સુધી ખેલૈયાઓ ઉત્સાહભેર ઘુમ્યા હતા. ગાંધીધામના ધારાસભ્ય  માલતીબેન મહેશ્વરીની પહેલથી  શરૂ થયેલા રાસોત્સવમાં અરવિંદ વી. જોષી એન્ડ કંપની મુખ્ય પ્રાયોજક છે.  મહેશ્વરી સમાજના અખિલ માતંગ મંડળના પ્રમુખ પચાણદાદા, ધીરજદાદા, નાગશીદાદા, પ્રકાશાનંદજી મહારાજ, સીતારામ બાપુ અને  મુક્તાનંદજી બાપુના હસ્તે મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ધર્મગુરુઓની ઉપસ્થિતિથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હૂણ, ગાંધીધામના મેયર  દિવ્યાબેન નાથાણી, જિલ્લા ભાજપ મહામંત્રી  ધવલ આચાર્ય,  પૂર્વમંત્રી  વાસણભાઈ આહીર , પૂર્વ ધારાસભ્ય  રમેશ મહેશ્વરી , જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ  જનકાસિંહ જાડેજા , પ્રદેશ ઓબીસી  ઉપપ્રમુખ મોમાયાભાઈ ગઢવી, ભચાઉ નગરપાલિકા પ્રમુખ  પેથાભાઈ રાઠોડ , જિલ્લા પંચાયત સદસ્ય વાઘજીભાઈ છાંગા, ગાંધીધામ શહેર પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, ગાંધીધામ તાલુકા ભાજપ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, ભચાઉ શહેર પ્રમુખ વિશાલભાઈ કોટક તેમજ પક્ષના ચૂંટાયેલા સભ્યો, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મહોત્સવ કચ્છી થીમ પર આધારિત છે. સ્થળ પર કચ્છની પરંપરાગત કલા, ભરતકામ અને લોકસંસ્કૃતિની ઝલક જોવા મળે છે. જાણીતા ગાયક કલાકારો સૂરજ સોલંકી, બિંદુ રામાનુજ, નંદલાલ છાંગા અને દિવાળીબેન આહીર પોતાના સૂરે ખેલૈયાઓને ઝુમાવી રહ્યા છે. રીવા ફાર્મ શિણાય ખાતે આયોજિત આ મહોત્સવમાં  સૂર્યોદય સુધી રાસની રમઝટ જામી રહી છે.  ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની પહેલથી આ મહોત્સવનું આયોજન `99 ઇવેન્ટ્સ' દ્વારા કરવામાં આવ્યું છે. કચ્છની સંસ્કૃતિ અને પરંપરાગત ગરબાને નવી પેઢી સુધી પહોંચાડવાના ઉદ્દેશથી આ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે. રૂચિરા મહેશ્વરીની `ધ સોશિયલ સમાજ' મહોત્સવના સોશિયલ મીડિયા પાર્ટનર છે. - ખેલૈયાઓ અને પરિવારો માટે અનેક સુવિધાઓ  : ગાંધીધામ, તા. 13 : મહોત્સવમાં ગરબાની સાથે સમગ્ર પરિવાર માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે: કચ્છી ફૂડ : કચ્છના પરંપરાગત સ્વાદ માણવાની તક. -  ગ્લિટર આર્ટ : ખેલૈયાઓ માટે આકર્ષક ગ્લિટર આર્ટ. -  કિડ્સ પ્લે એરિયા અને ફન એક્ટિવિટીઝ: બાળકો અને દરેક ઉંમરના લોકો માટે મનોરંજન. - ફ્રી વાઇ-ફાઇ : સમગ્ર સ્થળ પર નિ:શુલ્ક ઇન્ટરનેટ સુવિધા. - વીઆઈપી  પાર્કિંગ : સુવ્યવસ્થિત અને સરળ પાર્કિંગ વ્યવસ્થા. - ફોટો પોઇન્ટ્સ.

  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd