• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

નકલી આધારકાર્ડ બનાવતો ગુંદિયાળીનો શખ્સ ઝડપાયો

ભુજ, તા. 13 : એલસીબીએ સાચા આધારકાર્ડનો ઉપયોગ કરી તેના જેવું જ નકલી આધારકાર્ડ બનાવી પોતાનો આર્થિક લાભ મેળવતા ગુંદિયાળીના  શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે. એલસીબીએ બાતમીના આધારે માંડવી તાલુકાના ગુંદિયાળીના બિલાલ અબ્દુલરઝાક સુમરાને ઓરિજિનલ આધારકાર્ડનો ઉપયોગ કરી તેના જેવું જ નકલી આધારકાર્ડ બનાવી આર્થિક લાભ મેળવતા આ શખ્સોને ચાર આધારકાર્ડ તથા કાર્ડની ઝેરોક્ષ, આઇ.ટી.આઇ.ના સર્ટિની નકલ, કોમ્પ્યુટર-પ્રિન્ટર અને લેમિનેશન મશીન સહિતના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કામગીરીમાં પીઆઇ એ.એમ. મકવાણા, પીએસઆઇ જે.બી. જાદવ, એમ.એચ. શિણોલ, એએસઆઇ દેવજીભાઇ મહેશ્વરી, અનિરુદ્ધભાઇ રાઠોડ, સૂરજભાઇ વેગડા, હે.કો. ધમેન્દ્રભાઇ રાવલ, મૂળરાજભાઇ ગઢવી, લીલાભાઇ દેસાઇ જોડાયા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd