નવી દિલ્હી, 13 : ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
અને ડેટા સેન્ટર માટે જરુરી સાધનોના ઉત્પાદન અને એસેમ્બલી માટે સૂચિત 50:50 સંયુક્ત સાહસની રૂપરેખા નક્કી
કરતા એક બિન-બંધનકર્તા સમજૂતી કરાર પર અદાણી જુથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ
લિ. અને વૈશ્વિક એન્જિનિયારિંગ, સપ્લાય
ચેઇન અને મેન્યુફેક્ચારિંગ કંપની જેબિલ આઈએનસીએ હસ્તાક્ષર કર્યા છે.આ સમજૂતી કરાર આખરી કરારોના અમલીકરણ,
જરૂરી મંજૂરીઓ મેળવવા અને સામાન્ય શરતોની પૂર્તતાને આધિન રહેશે. અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ કહ્યું હતું
કે એઆઈ ક્રાંતિ માટે માત્ર અલ્ગોરિધમ્સમાં નવીનતાઓથી વિશેષ કરવા માટે ઊર્જા,
હાઇપરસ્કેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અદ્યતન કમ્પ્યાટિંગ
અને ચોકસાઈપૂર્ણ ઉત્પાદન ભેગા મળી `ઇન્ટેલિજન્સ ઇકોનોમી'ને વેગ આપે. તેવા એક સંપૂર્ણ નવા ઔદ્યોગિક માળખાની જરૂર પડશે. તેમણે જણાવ્યું
હતું કે અદાણી જુથનો દ્રષ્ટિકોણ એઆઈ માળખાને ઊર્જા પૂરી પાડવા અને તેનું સંચાલન કરવાથી
લઈને કમ્પ્યાટિંગની આગામી પેઢીને આકાર આપતી મહત્વપૂર્ણ સિસ્ટમ્સના ઇજનેરી અને ઉત્પાદન
સુધીની પ્રગતિને આવરી લેતી એઆઈ વેલ્યુ ચેઇનમાં આગળ વધવાનો છે. શ્રી અદાણીએ જેબિલ સાથેનમ
સૂચિત સંયુક્ત સાહસને આ ભવિષ્યના એક વ્યૂહાત્મક પગલું ગણાવતા કહ્યું હતું કે તે વૈશ્વિક
એઆઈ અર્થતંત્રનો ભૌતિક પાયો ઘડવામાં મદદ કરવા
માટે જેબિલની વિશ્વ-સ્તરીય એન્જિનિયારિંગ અને ઉત્પાદન ક્ષમતાઓને અદાણીની ઊર્જા,
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેટા સેન્ટર્સ ક્ષેત્રની સંકલિત શક્તિઓ સાથે જોડે
છે. જાબિલના મુખ્ય કારોબારી અધિકારી માઇક દસ્તુરે
જણાવ્યું હતું કે ભારતમાં સ્કેલ કરેલ એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્યુફેક્ચારિંગ પ્લેટફોર્મનું નિર્માણ કરવાના અમારા સહિયારા પ્રયાસોમાં આ કરાર
પર હસ્તાક્ષર એ આગળનું પગલું છે. તેઓ માને છે કે સ્થાનિક અને વૈશ્વિક એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
એમ બન્નેની માંગ માટે એક એવું બજાર નિર્માણ થશે જે ઉત્તરોત્તર મહત્વનું બનશે. સૂચિત
સંયુક્ત સાહસ ડેટા સેન્ટરોમાં ઉપયોગમાં લેવાતા અઈં રેક્સ, સર્વર્સ,
સ્ટોરેજ અને નેટવર્કિંગ સાધનોનું ઉત્પાદન અને એસેમ્બલ કરશે.