• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

કચ્છમાં ઈ.એસ.આઈ.સી. યોજનામાં એક લાખ કર્મચારીને જોડવાની નેમ

અંજાર, તા. 13 : કચ્છ જિલ્લાના ઔદ્યોગિક એકમો અને કર્મચારીઓમાં કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઈ.એસ.આઈ.સી.)ની જોગવાઈઓ, વીમા કવરેજ, કાયદાકીય અનુપાલન તથા કર્મચારીઓને મળવાપાત્ર આરોગ્ય અને સામાજિક સુરક્ષાના લાભો અંગે જાગૃતિ લાવવાના હેતુથી ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન્સ  દ્વારા કર્મચારી રાજ્ય વીમા નિગમના સહયોગથી અંજાર ખાતે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.  કચ્છ જિલ્લામાં ઈ.એસ.આઈ.સી.ની લાગુ પડતી જોગવાઈઓ, કર્મચારીઓના વીમા કવરેજ માટેની પાત્રતા, નોકરીદાતાઓની કાયદાકીય જવાબદારીઓ અને અમલીકરણ દરમિયાન ઉદ્યોગોને પડતી વ્યવહારુ મુશ્કેલીઓ અંગે  માર્ગદર્શન પૂરું પાડવાના હેતુથી આ આયોજન કરાયું હતું. ઈ.એસ.આઈ.સી.ના  પ્રાદેશિક નિયામક  હેમંતકુમાર પાંડેએ    યોજના અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલમાં 84 લાખ કર્મચારી તેમાં જોડાયેલા છે. કચ્છમાં આવનારા સમયમાં લગભગ એક લાખ કર્મચારીને જોડવાની નેમ વ્યક્ત કરાઈ હતી. પારલે પ્રોડક્ટ્સ પ્રા. લિ.ના એચ.આર હેડ  વિપુલ ભટ્ટે કચ્છમાં કર્મચારીઓ ઈ.એસ.આઈ.એસ.ના લાભો ક્યારથી મેળવશે તે અંગેના  જવાબમાં ઊજઈંઈના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે, કચ્છ જિલ્લામાં ઈ.એસ.આઈ.એસ. કવરેજ એક ઓક્ટોબર, 2026થી અમલી બન્યું છે. અલ્ટ્રાટેક સિમેન્ટના  એચઆર પ્રતિનિધિએ તેમના વિસ્તારમાં  એસ.એસ.આઈ.સી. હોસ્પિટલ ન હોવાની મુશ્કેલી અંગે રજૂઆત કરી હતી. તેનો જવાબ આપતા અધિકારીએ પ્રાથમિક આરોગ્ય સેવાઓ રાજ્ય સરકારના સામુદાયિક આરોગ્ય કેન્દ્રો  અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા પૂરી પાડવામાં આવશે, જ્યારે દ્વિતીય અને તૃતીય સ્તરની સારવાર  ઈએસઆઈસી, પીએનજેવાય અને ઈએસઆઈસી દ્વારા ટાઈ-અપ હેઠળ સૂચિબદ્ધ કરાયેલી હોસ્પિટલો દ્વારા પૂરી પાડવામાં આવશે. કચ્છમાં ઈએસઆઈસી  હોસ્પિટલ ન હોવાને કારણે યોજનાના અમલીકરણમાં તકલીફ પડશે તેવી રજૂઆત   ઉદ્યોગોએ કરી હતી. તેના જવાબમાં ઘણી બધી હોસ્પિટલો સાથે સારવાર માટે વ્યવસ્થા ગોઠવાઈ રહી છે અને આવનારા ટૂંક સમયમાં સમગ્ર કચ્છમાં આ વ્યવસ્થા ગોઠવાઈ જશે. સેમિનારના ટેકનિકલ સેશનમાં ઊજઈંઈ, ગુજરાતના સ્ટેટ મેડિકલ ઓફિસર  વિજય ધાણકે  યોજના હેઠળ મળતી તબીબી સુવિધાઓ અંગે માહિતી આપી જણાવ્યું હતું કે, કોઈ કર્મચારી કચ્છમાં હોય, તો તેમને કચ્છમાં અને તેમના પરિવારજનો દેશના કોઈ પણ ખૂણામાં હોય તો તેમને ત્યાં સારવાર મળી શકશે. સેમિનારમાં  ફોકીઆના મેનેજિંગ ડિરેક્ટર નિમિષ ફડકે  અદાણી એન્ટરપ્રાઈઝના  એજીએમ જેનિલ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારનું આયોજન અને સંકલન  ફોકીઆની  ટીમના સિનિયર એક્ઝિક્યુટિવ શિવાની ભગત, કુશ પંડયા, વંદના વૈષ્ણવ, જૂનિયર એક્ઝિક્યુટિવ ઓમ સોની, ભરત બારોટ અને કિશોર બડગા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં 100થી વધુ ઉદ્યોગના પ્રતિનિધિઓ જોડાયા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd