ભુજ, તા. 12 કચ્છી લેવા પટેલ યુવક સંઘ, ભુજ દ્વારા આયોજિત અને `પરફેકટ ગ્લેઝ એન્ડ પર્ફેક્ટ કિચન'ના સૌજન્યથી યોજાયેલ એસકેએલપીએસ મેન્સ ક્રિકેટ
ટુર્નામેન્ટ 2026'નું સમાપન
ભુજ ખાતે કરાયું હતું. લેવા પટેલ ચોવીસીની 27 ટીમો વચ્ચે રમાયેલી આ સ્પર્ધાત્મક ટુર્નામેન્ટના તમામ મુકાબલાઓ
અમરરામ હરી સરોવર ક્રિકેટ ગ્રાઉન્ડ - દહીંસરા, સહજાનંદ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ - બળદિયા, વિચેશ્વર મહાદેવ
ક્રિકેટ ગ્રાઉન્ડ - માનકુવા તથા એસકેએલપીએસ સરદાર પટેલ વિદ્યા સંકુલ- લાલજી રુડા પિંડોલિયા
રમતગમત સંકુલ - ભુજ ખાતે રમાડવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં નારાણપર એ ટીમ ચેમ્પિયન
બની હતી. સેમી ફાઇનલ મેચોમાં દહીંસરા એ સામે નારણપર એ તથા બળદિયા અ સામે માંડવી એ વચ્ચે
રોમાંચક મુકાબલાઓ ખેલાયા હતા. ભુજ ખાતે આવેલા લાલજી રુડા પિંડોલીયા રમતગમત સંકુલમાં
ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ હતી. આખરી જંગમાં ક્રિષ્ના ઈલેવન નારણપર-એની ટીમે શાનદાર
પ્રદર્શન કરતા સહજાનંદ સ્પોર્ટ્સ ક્લબ બળદિયા-એની ટીમને પરાસ્ત કરીને ચેમ્પિયન ટ્રોફી
પોતાના નામે કરી હતી. બળદિયા-એની ટીમ ઉપવિજેતા રહી હતી. ટુર્નામેન્ટ દરમ્યાન શ્રેષ્ઠ
પ્રદર્શન કરનાર ખેલાડીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ફાઇનલ મેચના `મેન ઓફ ધ મેચ' તરીકે નારણપરના નિકુંજ પિંડોરિયા રહ્યા હતા.
સમગ્ર સ્પર્ધામાં 227 રન અને 3 વિકેટ ઝડપી સર્વાંગી દેખાવ કરનાર નારણપરના
પ્રશાંત વાઘજીયાણીને `મેન ઓફ ધ
સિરીઝ' જાહેર કરવામાં આવ્યા હતા. બળદિયા એના જયદીપ
ગોરસિયાને 263 રન માટે `બેસ્ટ બેટ્સમેન', બળદિયા એના અંકુશ રાઘવાણીને નવ વિકેટ માટે
`બેસ્ટ બોલર' તથા ભારાપર-માંડવીના વિનોદ હિરાણીને પાંચ કેચ/રન-આઉટ
માટે `બેસ્ટ ફીલ્ડર' તરીકે સન્માનિત કરાયા હતા. અંતિમ વિજેતા અને
ઉપવિજેતા ટીમોને રોકડ પુરસ્કાર તેમજ સ્પોર્ટ્સ કિટ્સ અર્પણ કરીને બિરદાવવામાં આવ્યા
હતાં. આ પ્રસંગે આર.ડી. વરસાણી અને કુમાર વિદ્યાધામના ક્રિકેટ રમતા ખેલાડીઓને દાતા
હરીશભાઈ વેકરીયા, પરબતભાઈ વરસાણી અને જયદીપભાઈ ગોરસિયા દ્વારા
ક્રિકેટ બેટ અર્પણ કરાયા હતા. કચ્છી લેવા પટેલ સમાજ ભુજના પ્રમુખ વેલજીભાઈ રામજી પિંડોરિયા,
એજ્યુકેશન એન્ડ મેડીકલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઈ માવજી ગોરસિયા,
સ્પોન્સર પ્રતિનિધિ ભાવિકભાઈ વિનોદભાઈ પિંડોરિયા, ટ્રસ્ટી અરજણભાઈ પિંડોરિયા, રવજીભાઈ ગોરસિયા,
ધનસુખભાઈ સિયાણી, , લક્ષ્મણભાઈ રાઘવાણી,
મનજીભાઈ પિંડોરિયા, રામજીભાઈ સેંઘાણી, ઈશ્વરભાઈ પુંજાણી, વિનોદભાઈ પિંડોરિયા, હરીશભાઈ વેકરીયા, હરીશભાઈ પાધરા, સામજીભાઇ પિંડોરિયા, ગોપાલભાઈ પ્રેમજી ગોરસિયા,
ગાવિંદભાઈ હાલાઈ, મનજીભાઈ વરસાણી, આયોજનનું સંચાલન કરનાર યુવક સંઘના પ્રમુખ જયંતિભાઈ વેકરીયા, મંત્રી રસિકભાઈ વેલાણી, હર્ષિલભાઈ હિરાણી, નિમેશભાઈ વરસાણી, સુમિતભાઈ માયાણી, કિશોરભાઈ ગામી, ઘનશ્યામભાઈ રાબડીયા અને દિનેશભાઈ પાંચાણી
ખાસ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. પરફેક્ટ ગ્લેઝ અને પરફેક્ટ કિચનના અશોકભાઈ
સામજીભાઈ ભૂડિયાએ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.