• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

દુનિયાને ભારત પર ભરોસો : મોદી

નવી દિલ્હી, તા. 13 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે, સસ્તી દવાઓથી લઇને પ્રતિભા સુધી, દુનિયા ભારત પર ભરોસો કરે છે. તેમણે કહ્યું હતું કે, ભારતનો આર્થિક વિકાસ મજબૂત પાયા અને સતત સુધારા અભિયાન પર આધારિત છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ભારત અન્ય દેશોના ભોગે નહીં, પરંતુ પરસ્પર સમૃદ્ધિ દ્વારા વૈશ્વિક આર્થિક પ્રભાવ વધારવા માગે છે. આપણે કોઇના ભોગે વિકાસ કરતા નથી. આપણે દુનિયા સાથે અને દુનિયા માટે વિકાસ કરીએ છીએ એમ વડાપ્રધાને ભૂરાજકીય તણાવ, વેપાર વિક્ષેપો અને ટેકનોલોજી-સંસાધનો પર વધતી જતી સ્પર્ધા વચ્ચે ભારતને એક વિશ્વસનીય આર્થિક ભાગીદાર તરીકે રજૂ કરતાં કહ્યું હતું. બ્લૂમબર્ગ ઇકોનોમિક ફોરમને સંબોધતાં પીએમ મોદીએ એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં દેશનો 7.8 ટકાના દરે આર્થિક વિકાસ, વિદેશી હૂંડિયામણ અનામત 700 અબજ ડોલરની વધુ અને કરવેરા, નાદારી અને શ્રમ કાયદાને આવરી લેતા સુધારાઓને ટાંકીને ઉમેર્યું હતું કે, અનિશ્ચિતતાઓથી ભરેલી દુનિયામાં ભારત વિશ્વસનીયતા અને સ્થિરતા પ્રદાન કરે છે. મોદીએ કહ્યું હતું કે, આર્થિક અને ટેકનોલોજિકલ શક્તિને ફક્ત દેશની શક્તિ દ્વારા જ નહીં, પરંતુ તે અન્ય લોકો માટે તકોને કેટલી અસરકારક બનાવે છે તેના દ્વારા માપવી જોઇએ. મોદીએ જણાવ્યું કે, વાસ્તવિક પ્રશ્ન એ નથી કે શક્તિ કોની પાસે છે... મૂળ પ્રશ્ન એ છે કે, આ શકિતનો ઉપયોગ કઇ રીતે થઇ રહ્યો છે. ટેકનોલોજીનું સાચું લક્ષ્ય લાખો લોકોની ક્ષમતા વધારવાનું છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, દેશમાં ભ્રષ્ટાચારમાં ઘટાડો થયો છે. સરકારી યોજનાઓના રૂપિયા સીધા લોકો સુધી પહોંચી રહ્યા છે અને સરકારી કામમાં પારદર્શિતા વધી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd