ભુજ, તા. 12 : ભારત સરકારના કૃષિ અને ખેડૂત
કલ્યાણ મંત્રાલય દ્વારા `પ્રાઇમ મિનિસ્ટર
ધન-ધાન્ય કૃષિ યોજના' હેઠળ હાથ ધરાયેલ
કામગીરીમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ કચ્છ જિલ્લાને રાષ્ટ્રીય સ્તરના એવોર્ડથી સન્માનિત
કરવામાં આવ્યો છે. નવી દિલ્હી ખાતે યોજાયેલા વિશેષ સમારંભમાં ભારત સરકારના કેન્દ્રીય
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજાસિંહ ચૌહાણના હસ્તે કચ્છ જિલ્લાને `ઈયાિશિંરશભફાયિં જ્ઞર ઊડ્ઢભયહહયક્ષભય' અને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. કચ્છ
જિલ્લા કલેક્ટર અનિલ રાણાવાસિયા અને જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણાસિંહ વાઘેલાએ ઉપસ્થિત
રહીને આ સન્માનનો સ્વીકાર કર્યો હતો. આ યોજનાના અમલીકરણના પ્રથમ વર્ષમાં દેશના જે જિલ્લાઓએ
નોંધપાત્ર પ્રગતિ કરી છે તેને સન્માનિત કરવા માટે નવી દિલ્હીમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ
મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના કચ્છ સહિતના ત્રણ જિલ્લાને શ્રેષ્ઠતા
માટેનું સન્માન મળ્યું છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજાસિંહ ચૌહાણે
કચ્છ જિલ્લાને બેટર ગવર્નન્સ અને સર્વિસ ડિલિવરી માટે તથા દાહોદ અને છોટાઉદેપુરને ઈપ્રુવિંગ
ઈરિગેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઉત્કૃષ્ટ કામગીરી માટેનું સન્માન એનાયત કર્યું હતું. મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સન્માન મેળવવા માટે કચ્છ, દાહોદ અને છોટાઉદેપુર
જિલ્લાના વહીવટી તંત્ર અને કૃષિ વિભાગના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાને
આ પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના 12 ઓક્ટોબર-2025ના દેશના
100 એગ્રિકલ્ચર એસ્પિરેશનલ જિલ્લાઓ
માટે રૂા. 24,000 કરોડના ખર્ચે શરૂ કરી હતી, જેમાં ગુજરાતના ચાર જિલ્લા કચ્છ, દાહોદ, છોટાઉદેપુર અને પંચમહાલનો સમાવેશ કરાયો હતો. કૃષિ
અને ખેડૂત કલ્યાણ વિભાગ, ભારત સરકાર દ્વારા પ્રાપ્ત થયેલ આ ગૌરવપૂર્ણ
સિદ્ધિ બદલ કચ્છ જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા ખેતીવાડી વિભાગ,
તમામ સંબંધિત અધિકારીઓ, કર્મચારીઓ તેમજ જિલ્લાના
તમામ ખેડૂતમિત્રોને સરાહનીય સક્રિયતા અને યોગદાન બદલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા
છે.