• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

ભગવાને બુદ્ધિ કૌશલ્ય આપ્યું છે, ખંતથી મહેનત કરવાથી મંઝિલ મળે છે

ગાંધીધામ, તા. 13 : ગાંધીધામ કોલેજીયેટ બોર્ડ દ્વારા દિન દયાળ પોર્ટ કૌશલ વિકાસ યોજનાના સહકારથી આદિપુરના બાજીગર વિસ્તારમાં મહિલાઓ માટે નિશુલ્ક બે માસના ગ્રીન ઇકોફ્રેન્ડલી તાલીમ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ગ્રીન ક્રાફ્ટ ઇકો ફ્રેન્ડલી બેગ બનાવવાના તાલીમ વર્ગના પ્રારંભે રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા પાબીબેન રબારી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે બહેનોને ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધ આવવા માટે ગુણવત્તા તથા પ્રમાણિકતા અને આત્મવિશ્વાસ સાથે ગ્રાહકની પસંદ ઓળખવાની કુનેહ ઉપર ભાર મૂક્યો હતો તેમનું વધુમાં કહ્યું હતું કે દરેક મહિલાને ભગવાને બુદ્ધિ અને કૌશલ્ય આપ્યું છે સંતથી મહેનત કરવાથી મંઝિલ મળે જ છે તેમ જણાવ્યું હતું. સંસ્થાના પ્રકલ્પ હેડ કે વેંકટેશ્વરલું એ તાલીમ બાદ બહેનો રોજગાર મેળવીને આત્મનિર્ભર બને એ જ ઉદ્દેશ્ય છે તેમ જણાવ્યું હતું જ્યારે બાજીગર સમાજના પ્રમુખ જગુભાઈ બાજીગર એ નટ બજાણીયા જાતને સરકારે વિચરતી જાતિનો દરજ્જો આપ્યો છે પરંતુ બહેનો રોજગાર લક્ષી તાલીમ માટે ઘરની ચાર દીવાલની બહાર નીકળશે તો જ તેનું વિકાસ શક્ય બનશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે ભાદરોઈ ગામના લક્ષ્મણભાઈ રબારી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન નયનાબેન ભટ્ટે અને પ્રો.નિમેષ પ્રજાપતિએ આભાર વિધિ કરી હતી પ્રશિક્ષક તરીકે વર્ષાબેન પિત્રોડા તથા અમૃત બેન માલસત્તર સેવા આપશે, બબીતાબેન બાજીગર તથા જશોદાબેન બાજીગર, રાજબાઈ બાજીગર અને પાયલ બાજીગર સેવા આપી રહ્યા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd