• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

શાળા પાઠય પુસ્તક મંડળનાં હિન્દીનાં પુસ્તકોમાં ભૂલો ; રજૂઆત છતાં યથાવત !

મુંદરા, તા. 13 : ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા બહાર પડાયેલા હિન્દી પાઠ્યપુસ્તકોમા ભુલો તરફ જાગૃત શિક્ષક દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનાં નિયામકને લખાયેલા પત્રમાં જણાવાયું હતું કે, મંડળ દ્વારા નિર્મિત ધો. 9, 10, 11 અને 12નાં હિન્દી પાઠ્યપુસ્તકોમાં રહેલી ભૂલો સુધારવા અંગે છેલ્લા દસ વર્ષથી લખતા રહેવા છતાં અપેક્ષિત સુધારો ન થવાના કારણે અત્યંત દુ:ખ છે. 14મી સપ્ટેબર હિન્દી દિવસ પ્રસંગે મુંદરા તા.ની ભદ્રશ્વેરની શાળાનાં શિક્ષક દેવેન્દ્ર કાંદોલકરે તેમની રજૂઆતો અંગે જણાવ્યું કે, ધો. 9નાં હિન્દી પાઠ્યપુસ્તકમાં 500થી પણ વધુ ભૂલો હતી. જે અંગે 2013ના પત્ર લખ્યો હતો. ત્યારબાદ 2015 કચેરીમાં રૂબરૂ હાજર થઈને રજૂઆત પણ કરી હતી, ત્યાર પછી તે પાઠ્યપુસ્તક બદલી નાખવામાં આવ્યું પરંતુ વર્ષ 2016માં પ્રકાશિત થયેલા નવા પાઠ્યપુસ્તકમાં પણ સેંકડો ભૂલો રહી ગઈ છે. આ જ રીતે ધોરણ 10, 11 અને 12નાં હિન્દી પાઠ્યપુસ્તકોમાં પણ અનેક ક્ષતિઓ જોવા મળી. `ડોક્ટર'ની ઉપાધિ સાથેનાં અનુભવી અને નિષ્ણાંત લોકોની ભાગીદારી હોવા છતાં ચારેય ધોરણોનાં હિન્દી પાઠ્યપુસ્તકોમાં વર્ષો સુધી  ભૂલો યથાવત્ રહેવી ખેદજનક છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd