ભચાઉ, તા.13 : અપૂરતા વરસાદથી વાગડના અબોલ
જીવો પાણી અને ઘાસ ચારાના અભાવ નાકારણે દુ:ખી બની રહ્યા છે ત્યારે એકલ દોકલ ગાય જેવા
પશુ નો ઉછેર કરતા લોકો પાંજરાપોળમાં આવા ઢોરને મૂકવા દરરોજ દેખાતા હોય છે. ભચાઉ પાંજરાપોળમાં
6000 જેટલા ગાય, ભેંસ જેવા પશુનો નિભાવ થઈ રહ્યો છે દૈનિક 2.5 લાખ જેવો ખર્ચ થાય છે . 80 જેટલા કર્મચારી પાંજરાપોળમાં
કામ કરે છે સાથે 2000 જેટલા નંદી
એટલે આંખલા માટે પણ નંદી શાળા બનાવાઈ છે. પશુઓનો નિભાવ મુશ્કેલ બન્યો છે સબસીડીમાં
વધારો કરવાની માંગ કરવામાં આવી છે. ભચાઉથી
3કિલોમીટર દુધઈ માર્ગે લોધેશ્વર મહાદેવ મંદિર
નજીક આવેલી પાંજરાપોળમાં મોરબી અને ગાંધીધામ
મહાનરપાલિકા વિસ્તાર અને ભચાઉ નગરપાલિકા આંખલા
ભચાઉ પાંજરાપોળમાં મૂકી જાય છે. પાંજરાપોળના
પ્રમુખ લાલજી ખીરાભાઈ ખુથિયા અને અમરસી ડુંગરાસિંભાઈ નિશરએ કહ્યું કે સરકાર દ્વારા
દૈનિક રૂપિયા 30ની સબસીડી અપાય છે. સામે રૂપિયા 100 અપાય તેવી માંગ છે, અત્યારે ઘાસ ચારાના વધતા ભાવને કારણે 50 અથવા 100 રૂપિયા કરાય તો પણ રાહત રૂપ
રહે તેમ છે. અગાઉ રૂપિયા પાચના ભાવ એ ગાંસડીનું ઘાસ મળતું તેના ભાવ 12 રૂપિયા થઈ ગયા છે અને લીલા
ચારાના ભાવ ચાર ઘણા થયા છે. ઘઉં અને ચોખાનું ઘાસ પંજાબ, હરિયાણાથી આવે છે આ ઘાસથી પશુ માટે માત્ર પેટની
જગ્યા પુરાય છે કોઈ પોષણ મળતું નથી એટલે લીલો ચારો આપવો પડે છે ટૂંક માં ભૂખ્યું ભાંભરે
નહીં માત્ર આ માટે ગાંસડી અપાય છે. હાલ સીમમાં કોઈ ઘાસ થયું નથી ભલે નર્મદાની નહેર
ઉપયોગી થઈ છે પરંતુ દરેક પાસે આવી સગવડ હોતી નથી.
ભચાઉ પાંજરાપોળ માં માદા માટે અલગ વાળો છે જેમાં 50 પશુ રખાયા છે તથા રોજ ઘોડા, હરણ જેવા જીવ પણ અહીં બિમાર હોવાથી રખાયા છે
બીજી એક ગંભીર વાત સામે આવી કે વરસાદ ન પડતા
સિંગાનાં ચારાનો ભાવ બમણો થઈ ગયો છે. અને વરસાદ
ના અભાવે સિંગા પર અત્યારે દવા છાંટતા હોવા થી પશુ તબીબી ની સલાહ લઈ આગોતરું આયોજન
કરવામાં આવ્યું છે. જેથી ઢોરને ફૂડ પોઇઝાનિંગ ન થાય, ભચાઉ પાંજરાપોળમાં
સુવિધા રૂપ શેડ પંખા પશુઓ માટે કામ કરતા કર્મચારીઓ માટે સ્ટાફ ક્વાટર બનાવાયા છે. વર્તમાન
વરસાદના અભાવે ઉભી થયેલી પરિસ્થિતિ માં સખી દાતાઓ
આગળ આવી પાંજરાપોળને આર્થિક સહયોગ અપાય તે જરૂરી છે.