ગાંધીધામ, તા. 28 : ગાંધીધામમાં ભારત વિકાસ પરિષદ દ્વારા વિકાસીની પ્રદર્શનનું આયોજન
કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ
પ્રદેશોમાંથી પરંપરાગત કલા તથા હસ્તકલા અને સર્જનાત્મક પ્રતિભા માટે પ્લેટફોર્મ પૂરું
અને નવી પેઢીને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડવા માટેનું આયોજન કરવામાં આવ્યું
હતું. આ કાર્યક્રમમાં દીનદયાલ પોર્ટ ઓથોરિટીના પ્રથમ મહિલા નિશાજી, રીના રબારી, ટ્રસ્ટીઓ તથા પ્રાદેશિક અધિકારીઓ,
કલાકારો તેમજ શહેરીજનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રદર્શનમાં મહારાષ્ટ્રના કલાકારોએ બાળકોને પરંપરાગત માટીનાં વાસણો કેવી રીતે બનાવવાં
તે શીખવાડયું હતું. જયપુરના પરંપરાગત લાખની બંગડીઓ બનાવતા કારીગરો પણ આ પ્રદર્શનમાં
આવ્યા હતા અને મુલાકાતીઓને બંગડીઓ કેવી રીતે બનાવવામાં આવે છે, તે જોવાની તક મળી હતી આ પરંપરાગત કલા સ્વરૂપ સાથે સંકળાયેલા પરિવારની ગિનીશ
બૂક ઓફ રેકોર્ડમાં નોંધ પણ છે તેને પણ બતાવવામાં આવી હતી. આદિપુરના હરિ આશરો ટ્રસ્ટના
બાળકો દ્વારા હાથથી બનાવેલી રાખડીઓનો પણ આ પ્રદર્શન રાખવામાં આવ્યો હતો. બાળકોએ તેમની
રચનાત્મક પ્રતિભા અને બનાવટની રાખડીઓનું પ્રદર્શન કર્યું હતું તેમની મહેનતને આત્મવિશ્વાસે
ધ્યાન ખેંચ્યું હતું. ભારત વિકાસ પરિષદની મહિલા
ટીમના પ્રયાસની આયોજકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. શહેરીજનોને પ્રદર્શનમાં કલાકારોને
મળવા તથા તેમની કલાસ સમજવા અને સ્થાનિક પરંપરાગત કલાકારોને તેમની પસંદગીની હાથથી બનાવેલી
વસ્તુઓ ખરીદીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.