અંજાર, તા. 28 : ઐતિહાસિક અંજારની મુખ્ય બજાર
સહિતના વિસ્તારોમાં ફૂટપાથ ઉપર દબાણો ખડકાયાં છે. સુપ્રીમ કોર્ટના કડક આદેશ બાદ નગરપાલિકા
દ્વારા અતિક્રમણો દૂર કરવામાં આવશે તેવી વિગતો સાંપડી હતી. શહેરની મુખ્ય બજાર સહિતના
વિસ્તારમાં લોકોને હાલવા -ચાલવા માટેની ફૂટપાથ ઉપર દબાણો થયાં છે,
જેના કારણે ના છુટકે રસ્તા ઉપર ચાલવાની ફરજ પડી રહી છે. 12 મીટર રોડ ઉપર કેટલાક વેપારીઓ
જાતે જ નાણાં વસૂલીને દબાણને પ્રોત્સાહન આપતા હોવાનો ગણગણાટ વેપારી વર્ગમાં સાંભળવા
મળ્યો હતો. આવા દબાણોનાં કારણે અકસ્માતની શકયતા વધી જાય છે. પાલિકાના મુખ્યઅધિકારીએ
જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ફૂટપાથ ઉપર દબાણ કરનારા સામે કાર્યવાહી કરવામાં
આવશે.