કોડાય (તા. માંડવી), તા. 8 : તલવાણા (ગુણપુરી)
ખાતે નિરાધાર વૃદ્ધના અંતિમસંસ્કાર કરી સંઘ પરિવારે માનવતાનો ધર્મ નિભાવ્યો હતો. ઉપેન્દ્રભાઇ
ચીમનલાલ મંસેરીનું અવસાન થતાં સંઘ પરિવારના કાર્યકર્તાઓ તથા તલવાણાના સેવાભાવી યુવાનો
દ્વારા અંતિમસંસ્કારની તમામ વિધિઓ સંપન્ન કરી હતી. ધર્મેન્દ્રસિંહ ઝાલા, દયાળજી જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, અજયસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, ગોપાલસિંહ જાડેજા, સોમ ધરમશી, રવિરાજસિંહ રાણા, શૈલેન્દ્રસિંહ
જાડેજા, આશિષ શ્રીવાસ્તવ, રાજેશભાઇ રાઠોડ,
કૃપાલસિંહ જાડેજા, વીરેન્દ્રસિંહ જાડેજા સહિતના
યુવાનો જોડાયા હતા. આજના ઝડપી અને વ્યસ્ત જીવનમાં સમાજમાં નિરાધાર-જરૂરિયાતમંદ લોકો
પ્રત્યે સંવેદના રાખવી જરૂરી છે. માનવતાભર્યા કાર્યને સ્થાનિક લોકો દ્વારા કાર્યને
બિરદાવવામાં આવ્યું હતું.