• મંગળવાર, 09 જૂન, 2026

વિકસતા ઉદ્યોગ ક્ષેત્રમાં માનક ગુણવત્તાનું મહત્ત્વ વધ્યું

ગાંધીધામ, તા. 8 : ભારતીય માનક બ્યૂરો ગાંધીધામ શાખા, ઉપભોક્તા બાબતો વિભાગ, ઉપભોકતા બાબતો મંત્રાલય અને ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન (ફોકીઆ)ના સંયુક્ત ઉપક્રમે ઔદ્યોગિક ગુણવત્તા અને સ્પર્ધાત્મકતા વધારવામાં માનકોની ભૂમિકા વિષય ઉપર દિવસીય સેમિનાર અને એમએસએમઈ મીટ ગાંધીધામ ખાતે યોજાઈ હતી. પ્રારંભમાં ફોકીઆના એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય અને ડિરેક્ટર સંતોષ ગોયલે સ્વાગત ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, વિકસતા ઉદ્યોગ ક્ષેત્રમાં ગુણવત્તા માનકોનું મહત્ત્વ વધી રહ્યંy છે. તેમણે ઉત્પાદનની ગુણવતા, સ્પર્ધાત્મક અને ટકાઉ ઔદ્યોગિક વિકાસમાં માનકોની ભૂમિકા ઉપર ભાર મૂકયો હતો. માનક બ્યૂરોના ગાંધીધામના સાયન્ટિસ્ટ અને વડા ઋતુરાજસિંહ, જોઈન્ટ ડિરેક્ટર સૃદીપ્ત કુમાર, આસિસ્ટન્ટ ડિરેકટર વિશાલ ગોદારાએ માનક ઓનલાઈન પોર્ટલની સુધારેલી માર્ગદર્શિકાઓ, બી.આઈ.એસ. સર્ટિફિકેશન સ્કીમ, પ્રમાણ પ્રક્રિયા, ખર્ચ માળખું અને એમએસએમઈને ઉપલબ્ધ છૂટની વિગતો આપી હતી. સંચાલન કરતાં પુનિત નાથવાણીએ બી.આઈ.એસ.ની વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. આ વેળાએ  ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર્સ, નિયમનકારી અનુપાલન, ડિજિટલ સોલ્યુશન્સ સહિતના વિષયો ઉપર પણ માર્ગદર્શન અપાયું હતું. સેમિનારમાં જુદા-જુદા ઉદ્યોગગૃહના 60 જેટલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્યોગ પ્રતિનિધિઓએ વ્યવહાર મુશ્કેલી અને પ્રમાણપત્રની પ્રક્રિયા અંગે મૂંઝવતા પ્રશ્નોના સમાધાન કરાયા હતા. આ ઉપરાંત લાર્જ, મધ્યમ અને એમએસએમઈ કંપનીઓના પ્રતિનિધિઓએ પણ ચર્ચામાં ભાગ લીધો હતો. સમગ્ર આયોજનમાં ફોકીઆના સિનિયર એક્ઝિક્યુટિવ શિવાની ભગત, વંદના વૈષ્ણવ, જીનિશા સંદાની સહિતનાએ સહકાર આપ્યો હતો.

Panchang

dd