• બુધવાર, 03 જૂન, 2026

કચ્છની વસ્તી વૃદ્ધિમાં જોવા મળ્યો છે અસામાન્ય ઉતાર ચડાવ

હેમાંગ પટ્ટણી દ્વારા : ભુજ તા 2 : રાજયની સાથે કચ્છમાં 13મી વસ્તી ગણતરીના પ્રથમ તબકકાનો પાંરંભ થઈ ચુકયો છે. ત્યારે 1901થી દર દસ વર્ષે હાથ ધરાતી વસ્તી ગણતરીમાં કચ્છના વસ્તી વૃધ્ધીદરમાં નોંધપાત્ર .તાર ચડાવ જોવા મળ્યો છે. મહત્વની બાબત એ સામે આવી છેકે 2001થી 2011 દરમિયાન કચ્છમાં વસ્તી વૃધ્ધી દર 32.16 ટકા હતો જે રાજયના મહાનગર સુરત પછીનો બીજો સર્વાધિક હતો. એટલેકે છેલ્લી વસ્તી ગણતરીમાં કચ્છનો વસ્તી વૃધ્ધી દર અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના મહાનગરોથી પણ વધુ હતો. આ વખતેનો વસ્તી વૃધ્ધી દર વિક્રમી રહે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. - 2011માં નોધાઈ હતી 20.92 લાખ વસ્તી : ભારતિય જનગણનાના પોર્ટલ પરથી મળેલા સતાવાર આંકડા અનુસાર 2011માં કચ્છની વસ્તી 20,92,371 નોંધાઈ હતી. 2001માં કચ્છમાં નોંધાયેલ 1પ.83 લાખની વસતી સામેઆ આ દાયકામાં પ.09 લાખનો વધારો જોવા મળ્યો હતો. 2011માં 10.96 લાખ પુરુષો અને મહિલાઓની 9.9પ લાખની વસ્તી નોંધાઈ હતી. - બે વખત વસ્તી ઘટી દસ વખત વધી : 1901થી 2011 દરમિયાન દેશમાં 12 વખત વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે. જેના રસપ્રદ આંકડાકિય તારણ પર એક નજર કરીએતો દર દસ વર્ષે હાથ ધારતી ગણતરીમાં 12 વખતની ગણતરછીમાંથી 1911થી 1921 અને તે પછી 1931થી 1941 એ બે એવા ગાળ રહયા હતા કે જયારે કચ્છમાં વસ્તી ઘટી હતી. તે બાદ વસ્તી માં સતત વધારો જ જોવા મળ્યો છે. - વસ્તી વૃધ્ધી પાછળ અનેક પરિબળો જવાબદાર : કચ્છમાં 2001થી 2011 દરમિયાન જોવા મળેલા નોંધપાત્ર વૃધ્ધીદર પાછળ ઐાધ્યોગિક વિકાસ, વધતું શહેરીક રણ સહિતા ખપરિળબોને જાણકારો કારણભુત ગણાવી રહયા છે. કચ્છમાં 2011માં શહેરી વસ્તી 6પ તો ગ્રામીણ વસ્તી 3પ ટકા નોંધાઈ હતી. જે બતાવે છેકે કચ્છમાં શહરી કરણનો પંભાવ વધી રહયો છે. આ મછતાં કચ્છની વસ્તી ગીચતા રાજયમાં સાથી ઓછી છે. - આ વખતે પ્રથમવાર ડિજીટલ ગણતરી : આ વખતની વસ્તી ગણતરીની વ્શેષતા એ છેકે પ્રથમવાર સંપૂર્ણ ડિજીટલ પધ્તિથી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. તો જાતી -આધારિત ગણતરી પણ આ વખતે પ્રથમવાર થઈ રહી છે. કોરોના કારણે 2021માં હાથ ધરાનારી વે યોજાઈ રહી છે. એટલકે દેશને નવી વસ્તી નો આંક 16 વર્ષ પછી મળવાનો છે. 

Panchang

dd