કોડાય (તા. માંડવી), તા. 2 : માંડવી ખાતે
મરીન ટાસ્ક ફોર્સના અઉઋઙ અમિત વિશ્વકર્મા, ઉઈંઋઙ એ. એમ. મુનિયા તથા એસ.પી. એસ. જે. પરમારનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત
રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા અને સતર્કતાના ભાગરૂપે વિશેષ ચાકિંગ ડ્રાઇવ
યોજવા સૂચના આપવામાં આવી હતી. આ અનુસંધાને મરીન ટાસ્ક ફોર્સ માંડવી સેક્ટર દ્વારા ડીવાયએસપી
આર. એમ. ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ ભાડાનાળથી નાનાલાયજા નાળ સુધીના કોસ્ટલ દરિયાઈ તટીય
વિસ્તારમાં વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. ડ્રાઇવ દરમિયાન મરીન ટાસ્ક
ફોર્સના અધિકારીઓ અને મરીન કમાન્ડો દ્વારા વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચાકિંગ
હાથ ધરવામાં આવ્યું હતું. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા સ્થાનિક લોકો અને માછીમારો
સાથે બેઠક યોજી શંકાસ્પદ વ્યક્તિઓ, શંકાસ્પદ બોટોની અવરજવર તેમજ
ડ્રગ્સ સહિતના કેફી પદાર્થોની હેરાફેરી જેવા ગંભીર મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી
હતી. અધિકારીઓએ લોકોને કોઈ પણ શંકાસ્પદ હિલચાલ, વ્યક્તિ કે બોટ
અંગે તાત્કાલિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓને જાણ કરવા અપીલ કરી હતી. આ ખાસ ડ્રાઇવનો
મુખ્ય હેતુ દરિયાકાંઠાની સુરક્ષા વધુ મજબૂત બનાવવાનો તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર
અસરકારક નિયંત્રણ લાવવાનો હોવાનું જણાવાયું હતું.