• રવિવાર, 24 મે, 2026

ભુજ તાલુકા પંચાયતના અઢી વર્ષ માટે હોદ્દેદારો વરાયા

ભુજ, તા. 23 : નિયત એજન્ડા મુજબ શનિવારે ભુજ તાલુકા પંચાયતના સભાખંડમાં મળેલી સામાન્ય સભામાં સર્વાનુમતે આગામી અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.  32 સભ્ય ધરાવતી ભુજ તાલુકા પંચાયતમાં ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 21 બેઠક ભાજપે હસ્તગત કરી ભગવો લહેરાવ્યો હતો, જ્યારે કોંગ્રેસને 11 બેઠક પ્રાપ્ત થતાં શનિવારે પ્રાંત અધિકારી અનિલ જાદવના અધ્યક્ષસ્થાને ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દાની ચૂંટણી માટે સામાન્ય સભાનું આયોજન કરાયું હતું જેમાં અન્ય કોઈ ઉમેરવારી ન થવાથી સુખપર-2 બેઠક પર વિજેતા બનેલા ભાજપના લક્ષ્મીબેન રામજી ખેતાણીને પ્રમુખ તથા ડગાળા બેઠકના વિજયી બનેલા રાધાબેન ભગુ વરચંદને ઉપપ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરાયા હતા. પ્રારંભે આજની બેઠકમાં 32માંથી હાજર રહેલા 31 સભ્યને પ્રાંત અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીએ આવકાર્યા હતા.  આ પ્રસંગે વિજેતા બનેલા બંને ઉમેદવારના મોટી સંખ્યામાં ઉપસ્થિત ટેકેદારો તેમજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખો હરીશ ભંડેરી અને મંજુલાબેન ભંડેરીએ શુભેરછાઓ આપી હતી.  તાલુકા વિકાસ અધિકારી દીક્ષિત ઠક્કરે ચૂંટણી સબંધિત જોગવાઈની સમજૂતી આપી સભાનું સંચાલન કર્યું હતું, જ્યારે આભારવિધિ વિસ્તરણ અધિકારી બી.ડી. મહેશ્વરીએ કરી હતી, રમેશભાઈ મહેશ્વરી અને માવજીભાઈ પરમાર સભાની કામગીરીમાં સહયોગી રહ્યા હતા.  

Panchang

dd