• રવિવાર, 24 મે, 2026

માંડવી સ્વામિ. મંદિરને સાત કરોડની ભૂમિનું દાન અપાયું

વસંત પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 23 : ચોવીસીના માંડવી ચારકાંધાના હરિભક્તોની વિશાળ હાજરીમાં માંડવી સ્વામિનાયરાણ મંદિર અડીને આવેલી પોણો એકર ભૂમિ દેવને અર્પણ કરાઈ હતી. તે માટે સાત કરોડનું દાન સંચિત થયું હતું. આચાર્ય મહારાજનાં આગમને પહેરામણીઓ કરાઈ હતી. બંદરીય શહેર માંડવીને ભગવા રંગે રંગી દેતાં વૃંદાવન સેવા અમૃત મહોત્સવની સાક્ષીએ હરિભકતોના સાતેક કરોડનાં દાનથી મંદિરની ઉત્તરે આવેલ ભૂમિ અર્પણ કરાઈ હતી, જેમાં માવજી લાલજી વેકરિયા, વિનોદ ખીમજી હીરાણી, નારાણભાઈ બંધુઓ, ઘનશ્યામભાઈ માવજી ટપરિયા (કેરા-મોમ્બાસા) (ત્રણેય વાપ્કો કંપની), હરજી ગાંગજી વેકરિયા (સોની), કાંતિભાઈ નારાણ મનજી કેરાઈ (બળદિયા), મનજી વિશ્રામ વરસાણી, રામજી લાલજી વેકરિયા, મેઘજી લક્ષ્મણ હીરાણી, વીરજી દેવજી હીરાણી, ખીમજી ભુડિયા, શિવજી વેકરિયા, અ.નિ. નાનજી કુંવરજી વેકરિયા, માવજીભાઈ, લાલજીભાઈ, કરશનભાઈ, રામજી કુંવરજી વેકરિયા પરિવાર, ધનજી વેલજી ભુડિયા સહિત અનેક પરિવારોએ મોટું યોગદાન આપતાં ગુલાબી પાઘથી સન્માનિત કરાયા હતા. તુલસીકૂંડથી વિશેષ રીતે ભૂમિ અર્પણ કરાઈ હતી. નરનારાયણ પીઠ આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ, ભુજ મંદિર મહંત પુરાણી ધર્મનંદન સ્વામી, ઉપમહંત પુરાણી ભગવદ્જીવન સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત, કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી, માંડવી મહંત કેશવજીવન સ્વામી, શતાયુ સંત સનાતન સ્વામી આદિ સંતોના હસ્તે દાતાઓને સત્સંગની રીતિ પ્રમાણે પહેરામણી કરાઈ હતી. શનિવારે સાંસદ વિનોદભાઈ ચાવડા, ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, રવિ ત્રવાડી હાજર રહ્યા હતા. શુક્રવારે પોલીસ અધીક્ષક વિકાસ સુંડા, પી.આઈ. ચેતક બારોટ, દર્શન ગોસ્વામી, કીર્તિભાઈ ગોર (શાસક પક્ષના નેતા તાલુકા પં.) મુકેશ રાબડિયા, ડાહ્યા ગેલવા, મંગલ વેકરિયા, અમિત જોશી, કમલેશ ગઢવી, વિપુલ ગઢવી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સદ્ગુણસ્વરૂપ સ્વામીએ કથા પ્રસંગ વર્ણવ્યા હતા. આ પ્રસંગે માંડવીના રજત વાઘા હરજી ગાંગજી વેકરિયા પરિવારે અર્પણ કર્યા હતા. વાપ્કો કંપની મોમ્બાસાના ઘનશ્યામભાઈ ટપરિયા, વિનોદભાઈ અને નારાણભાઈએ સ્વ. રાજેશભાઈની સ્મૃતિમાં માતા મંજુલાબેન સમગ્ર પરિવારે વૃંદાવન વિહારી મહારાજની મોટી સેવા કરી હતી. ઘનશ્યામભાઈ, દેવેન્દ્રભાઈએ વિશેષ પહેરામણી સુખદેવ સ્વામીને કરી હતી. ભુજ મંદિરના કોઠારી રામજીભાઈ દેવજી વેકરિયા અને ઉપકોઠારી જાદવજીભાઈ ગોરસિયા અને પૂર્વ કોઠારી મૂરજીભાઈ સિયાની હાજર રહ્યા હતા. આ પ્રસંગે ભુજ મંદિરના કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામીએ માંડવી મંદિરના મંડળ-કમિટીની મહેનતને વખાણી હતી. રામપર હરિ તપોવન ગુરુકુળના સ્વામી દેવચરણદાસજીએ કુદરતી ખેતી, પ્લાસ્ટિકમુક્ત પર્યાવરણની વાત, ડો. સત્યપ્રસાદ સ્વામીએ સંગઠનનું મહત્ત્વ સમજાવ્યું હતું.  

Panchang

dd