દયાપર (તા. લખપત), તા. 23 : ઘણા વર્ષો પછી પ્રજાએ ભાજપ
તરફી ચુકાદો આપ્યા બાદ આજે લખપત તાલુકા પંચાયતની ધૂરા ભાજપે હસ્તગત કરી હતી. તાલુકા
પંચાયતના પ્રમુખ પદે ગંગાબેન મનજી બલિયા અને ઉપપ્રમુખ પદે હસન સુલેમાન પઢિયારને પ્રત્યે
સભ્યોએ વિશ્વાસ વ્યક્ત કરતાં મામલતદાર કચેરી કોન્ફરન્સ રૂમની બહાર નીકળ્યા બાદ બન્ને
ઉમેદવારો તેમજ ભાજપના અગ્રણીઓને કાર્યકર્તા-શુભેચ્છકોએ માળા પહેરાવી વાજતે-ગાજતે સરઘસ
કાઢવું હતું. લખપત તાલુકાના પ્રભારી રાજેશભાઈ પલણે તાલુકાની પ્રજાએ ભાજપમાં વિશ્વાસ
મૂક્યો છે. ત્યારે કસોટીમાં ખરા ઉતરીશું અને
વિવિધ વિકાસલક્ષી કામો સાથે તાલુકાને પ્રગતિ પંથ પર લઈ જશું તેવું કચછમિત્ર સાથેની
વાતમાં કહ્યું હતું. લઘુમતી અગ્રણી હાજી સુલેમાન પઢિયારએ અઢી વર્ષ તા.પં.ની કામગીરીનો
અનુભવ અને સિનિયરોના માર્ગદર્શન હેઠળ આગળ વધશું તેવું કહ્યંy હતું. ઉમેદવારો ગંગાબેન મનજી બલિયા અને
ઉપપ્રમુખ હુસેન સુલેમાન પઢિયારએ પણ સૌનો સાથ સૌનો વિકાસના સુત્રની સાથે તાલુકાના વિકાસ
કામો માટે કોલ આપ્યો હતો. તા.પં.ના પૂર્વ ઉપપ્રમુખ જુગરાજસિંઘ સરદાર અને વિક્રમસિંહ
સોઢાએ પક્ષ દ્વારા થતો આદેશ સર્વોપરી હોવાનું જણાવ્યું હતું. મામલતદાર કચેરીના પટાંગણમાં
મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત હતા એક બાજુ કોંગ્રેસને 7 બેઠક આવી અને બહુમતી ન હોવા છતાં ઉમેદવારી
ફોર્મ ભરતાં કંઈક નવાજૂની થાય તેવ શંકા વચ્ચે ભાજપ દ્વારા તમામ સભ્યોને સાથે રાખી કાર્યકરોને
એલર્ટ રખાયા હતા. જશુભા જાડેજા, જેતમાલજી જાડેજા, સુરુભા જાડેજા, દેવુભા જાડેજા, મોડ
જાફર સુમરા, નીતિન રૂડાણી, ભીમજીભાઈ જોધાણી, ચંદ્રદાન ગઢવી, ભવાનભાઈ પટેલ વિગેરે ઉપસ્થિત
રહ્યા હતા. કોંગ્રેસના અગ્રણી પી.સી. ગઢવીએ કોંગ્રેસ વિપક્ષની ભૂમિકામાં આવશે તેવું
જણાવ્યું હતું. ભાજપ દ્વારા અન્ય હોદેદારોની પણ નિયુક્તિ થઈ હતી. જેમાં કારોબારી ચેરમેન
પુષ્પાબેન ભવાનભાઈ લીંબાણી, શાસકપક્ષના નેતા કરણા આથા રબારી દંડક તરીકે રતુબેન કેશાજી
મહારાજની નિયુક્તિ કરાઈ હતી. પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીની કામગીરી ડેપ્યુટી કલેક્ટર
(સ્ટેમ્પ) જિલલા પુરવઠા અધિકારી નિશાબા ચુડાસમાના માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારી
(ઈન્ચાર્જ) દલપતસિંહ રાણાએ કામગીરી સંભાળી હતી. પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો હતો.