ભુજ, તા. 21 : માધાપર હાઈવે દીપક પેટ્રોલ
પંપથી લઈને પોલીસ ચોકી સુધીનો વિસ્તાર ટ્રાન્સપોર્ટ નગર તરીકે જાણીતો બન્યો હતો. ધરતીકંપ
પછી આ વિસ્તાર લિગ્નાઈટ અને સિમેન્ટથી ભરેલા ખટારાથી ભરચક જોવા મળતો હતો, પરંતુ હવે આ રોનક ઝાંખી પડતી દેખાઈ રહી છે.
ઘણા બધા ટ્રાન્સપોર્ટરો પોતાના વ્યવસાયને ભુજ, ભચાઉ માર્ગે ધાણેટી
ગામે ખસેડયો છે. ધાણેટી ઉપરાંત ભુજોડી સરહદ ડેરી પાસે ટ્રાન્સપોર્ટ ઓફિસ જોવા મળે છે.
ધાણેટી ટ્રાન્સપોર્ટર્સનું બીજું કારણ આ વિસ્તારમાં ચાઈનાક્લેની અનેક ફેક્ટરીઓ હોવાથી
ધંધાર્થીઓને લાભ મળી રહ્યો છે. ટ્રાન્સપોર્ટરો પોતાના પેટ્રોલપંપ ઊભા કરીને પોતાના
ધંધાને મજબૂત કરી રહ્યા છે.