મિરપુર, તા. 20 : પ્લેયર ઓફ ધ મેચ 6 ફૂટ પ ઇંચ ઊંચા ઝડપી બોલર નાહિદ રાણાની 32 રનમાં પાંચ વિકેટની મદદથી બીજી વન-ડે મેચમાં ન્યૂઝીલેન્ડ
સામે બાંગલાદેશનો છ વિકેટે વિજય થયો હતો. બાંગલાદેશે 199 રનનો વિજય લક્ષ્યાંક 87 દડા બાકી રાખી 3પ.4 ઓવરમાં ચાર વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. આથી 3 મેચની વન-ડે શ્રેણી 1-1થી જીવંત રહી છે. પ્રથમ દાવ લેનારી ન્યૂઝીલેન્ડ ટીમનો
198 રનમાં ધબડકો થયો હતો. નિક કેલીએ 102 દડામાં 14 ચોગ્ગાથી
83 રનની ઈનિંગ રમી હતી. બાકીના કિવી બેટર્સ નિષ્ફળ રહ્યા
હતા. નાહિદ રાણાએ કાતિલ બોલિંગ કરી પાંચ વિકેટ ઝડપી હતી. તંજિદ હુસેનના પ8 દડામાં 10 ચોગ્ગા-4 છગ્ગાથી 76, નઝમૂલ
હસનના પ0 રનથી બાંગલાદેશે લક્ષ્ય આસાનીથી પાર પાડી જીત મેળવી
હતી.