મેડ્રિડ, તા. 21 : ખેલજગતના સૌથી પ્રતિષ્ઠિત ગણાતા
લોરિયસ વર્લ્ડ સ્પોર્ટસ એવોર્ડ હાંસલ કરવામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સહેજમાં ચૂકી
છે. વિપરિત સંજોગોમાં પહેલીવાર વન ડે વર્લ્ડ કપ જીતનાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ
ટીમ ઓફ ધ યર માટે નોમિનેટ થઇ હતી અને શોર્ટલિસ્ટ થઇને ફાઇનલ રાઉન્ડમાં પહોંચી હતી.
જયાં અન્ય બે ટીમ પેરિસ સેંટ જર્મેન અને ઇંગ્લેન્ડની મહિલા ફૂટબોલ ટીમ વિરૂધ્ધ ટકકર
હતી. જેમાં પેરિસ સેંટ જર્મેન ટીમે બાજી મારી હતી અને વર્લ્ડ ટીમ ઓફ યર-202પ બની હતી. આ વખતના લોરિયસ
એવોર્ડમાં ટેનિસનો દબદબો રહ્યા હતા. સ્પેનનો કાર્લોસ અલ્કરાજ અને બેલારૂસની આર્યના
સબાલેંકા વર્લ્ડ સ્પોર્ટસ મેન ઓફ ધ યર અને વર્લ્ડ સ્પોર્ટસ વીમેન ઓફ ધ યર બન્યા હતા.
અલ્કારાજે સાઇકલિસ્ટ તાદેજ પોગાચાર અને જેનિક સિનરને પાછળ રાખી દીધા હતા. ફૂટબોલ ખેલાડી લામિન યામલ વર્લ્ડ યંગ સ્પોર્ટ્સપર્સન
ઓફ ધ યર જાહેર થયો હતો. ગોલ્ફર રોરી મેકલોય વર્લ્ડ કમબેક ઓફ ધ યર બન્યો હતો.