• બુધવાર, 22 એપ્રિલ, 2026

ફિક્સ પગારદારોને મોટી રાહત

અમદાવાદ, તા. 21 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યમાં વર્ષોથી માત્ર 2500 રૂપિયાના ફિક્સ પગારમાં ફૂલ ટાઇમ કામ કરતા કર્મચારીઓની તરફેણમાં ગુજરાત હાઇકોર્ટે અગત્યનો ચુકાદો જાહેર કર્યો છે.જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા ફૂલ ટાઈમ કોમ્પ્યૂટર ઓપરેટર અને ડ્રાઈવરોને વર્ષોથી પાર્ટ ટાઈમ કર્મચારી ગણીને માત્ર 2500 રૂપિયાના ફિક્સ પગારથી રખાતા કર્મચારીઓએ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં સરકારના નાણાં વિભાગે તેમને લઘુતમ વેતન આપવા ઈન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટે નાણાં વિભાગને જૂન સુધીમાં કર્મચારીઓને લઘુતમ વેતન મુજબ 6 ટકા વ્યાજ સાથે બાકી નીકળતો પગાર ચૂકવી દેવા આદેશ કર્યો છે. અરજદારો દ્વારા માંગણી કરવામાં આવી હતી કે, રાજ્ય સરકારના 16 જુલાઈ 2019ના પરિપત્ર મુજબ તેમની પોસ્ટને લઘુતમ પગારધોરણનો લાભ આપવામાં આવે. તેમજ અરજદારો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીના 12 ડિસેમ્બર 2022ના આદેશને પણ  પડકારવામાં આવ્યો હતો, જેમાં તેમની માંગ નકારી દેવામાં આવી હતી. કોર્ટે નોંધ્યું કે અરજદારો ' કેટેગરી-3 ' હેઠળ આવે છે, જેમાં 29 દિવસ કામ અને 1 દિવસનો કૃત્રિમ બ્રેક આપવાની પ્રથા અપનાવવામાં આવે છે. કોર્ટે આ પ્રથાને કાયદા વિરુદ્ધ ગણાવી અને સ્પષ્ટ કહ્યું કે આવા કર્મચારીઓને તેમના હક્કના વેતનથી વંચિત રાખી શકાય નહીં.કાયદા મુજબ આ પ્રથા યોગ્ય નથી. તેથી કોર્ટ 12 ડિસેમ્બર 2022નો આદેશ રદ કર્યો હતો. સાથે જ રાજ્યને આદેશ આપ્યો કે અરજદારોને 16 જુલાઈ 2019ના પરિપત્ર મુજબ લાભ આપવામાં આવે. હાઇકોર્ટે આદેશ કર્યો કે, બાકી રહેલા પગારનો તફાવત 31 મે 2026 સુધી ગણતરી કરીને 30 જૂન 2026 સુધી ચૂકવવાનો રહેશે. ઉપરાંત આ રકમ પર 6 ટકા વ્યાજ પણ આપવાનો હુકમ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.  

Panchang

dd