કોલકતા,
તા. 20 : શ્રીલંકાનો ઝડપી બોલર
મથીશા પથિરાના ઇજામાંથી બહાર આવીને કોલકતા નાઇટ રાઇડર્સ ટીમ સાથે જોડાઇ ચૂકયો છે. ઓકશનમાં
18 કરોડની મોટી રકમથી ખરીદેલ પથિરાના ટીમનો હિસ્સો બનવાથી
કેકેઆરની બોલિંગ મજબૂત બનશે. ટીમના ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફે પથિરાનાનું જોરદાર સ્વાગત
કર્યું છે. 6 મેચ પછી કેકેઆરને પહેલી જીત રાજસ્થાન સામે મળી છે.
જૂનિયર મલિંગા તરીકે ઓળખાતા પથિરાનાએ 32 આઇપીએલ
મેચમાં 47 વિકેટ લીધી છે. કેકેઆરની હવે પછીની મેચ રવિવારે સનરાઇઝર્સ
વિરૂધ્ધ છે. આ મેચમાં પથિરાના પસંદગી માટે ઉપલબ્ધ રહેશે.