• મંગળવાર, 21 એપ્રિલ, 2026

રાજસ્થાન સામેની જીત બાદ કેકેઆરના ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ ભાવુક

કોલકાતા, તા. 20 : કેકેઆરના મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ ખુલાસો કરતા જણાવ્યું કે રાજસ્થાન રોયલ્સ સામેની જીત બાદ ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ ભાવુક થઇ ગયા હતા. કેકેઆર ટીમ માટે આઈપીએલની વર્તમાન સીઝન સારી રહી નથી. 6 મેચ બાદ પહેલી જીત નસીબ થઇ છે. એક મેચ પંજાબ સામેનો વરસાદની ભેટ ચડી ગયો હતો. આથી કેકેઆર હાલ પોઇન્ટ ટેબલ પર 3 અંક સાથે નવમા સ્થાને છે. રાજસ્થાન સામેની મેચમાં વરુણે ફોર્મ વાપસી કરીને 14 રનમાં 3 વિકેટ ઝડપી હતી. મેચ પછી વરૂણે જણાવ્યું કે આ જીત પછી ડ્રેસિંગ રૂમમાં ઘણા ખેલાડીની આંખમાં આંસુ હતા. આ માહોલ 2024ની જીતથી પણ વધુ ભાવુક હતો. અત્રે એ ઉલ્લેખનિય છે કે આઇપીએલ ઈતિહાસમાં મુંબઈ ઇન્ડિયન્સે 2022માં સતત 8 હાર સહન કરી હતી. જયારે દિલ્હી (2013) અને આરસીબી (2019)એ તેમના શરૂની 6 મેચ ગુમાવી હતી. વરૂણે કહ્યું અમે ટીકાઓ પર ધ્યાન આપ્યું ન હતું. આ જીતથી એટલું સ્પષ્ટ છે કે કોઇ પણ ટીમ અમને આસાનીથી પાર કરી શકશે નહીં. વરૂણે તેની સફળતાનું શ્રેય કોચ અભિષેક નાયરને આપ્યો હતો.

Panchang

dd