• બુધવાર, 22 એપ્રિલ, 2026

દેશની આંતરિક સુરક્ષા માટે ગૃહ મંત્રાલયને મળી `પ્રજ્ઞા'

નવી દિલ્હી, તા.21 : ભારતની આંતરિક અને સમુદ્રી સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની દિશામાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)એ બે મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી છે. જેમાં ગૃહ મંત્રાલયને એક આધુનિક સેટેલાઇટ સિસ્ટમ સોંપવામાં આવી છે અને ભારતીય નૌસેના માટે ખાસ એર-ડ્રોપેબલ કન્ટેનરનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. દેશની આંતરિક સુરક્ષા એજન્સીઓને વધુ સજ્જ અને આધુનિક બનાવવા માટે ગૃહ મંત્રાલયને પ્રજ્ઞા નામની સ્વદેશી સેટેલાઇટ ઇમાજિંગ સિસ્ટમ સોંપવામાં આવી છે. ગૃહ મંત્રાલયના કર્તવ્ય ભવન-3માં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ડીઆરડીઓના સચિવ સમીર વી. કામતે કેન્દ્રિય ગૃહ સચિવ ગાવિંદ મોહનને આ સિસ્ટમ સોંપી હતી. આ સિસ્ટમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) પર આધારિત છે. તે સુરક્ષા એજન્સીઓને રિયલ-ટાઈમ (તાત્કાલિક) નિર્ણય લેવામાં મહત્વપૂર્ણ મદદ કરશે. દેશના સંવેદનશીલ વિસ્તારોની દેખરેખ રાખવા અને આતંકવાદ વિરોધી અભિયાનોને સફળ બનાવવા માટે આ સિસ્ટમ બાજી પલટાવનાર સાબિત થશે. 

Panchang

dd